Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ભગવતીપરામાં નવી હાઇસ્કુલ અને કરણપરામાં બનશે ઓડિટોરીયમ

શિક્ષણ સમિતિની ઓફિસનું અદ્યતન નિર્માણ કરાશે : મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ અને શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા સ્થળ મુલાકાત

રાજકોટ તા. ૧૩ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્તારમાં TP ૩૧ ના FP ૩૧/૪ ની ૨૬૨૦૧ ચો.મી. જગ્યામાં નવી હાઇસ્કુલનું પ્લાનિંગ બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ છે. આજ તા. ૧૨/૦૨/૨૦૨૦ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સિટી એન્જી.(સ્પે) અલ્પનાબેન મિત્રા અને પી.એ.(ટેક) ટુ મ્યુનિ. કમિશનર આર. આર. રૈયાણી વગેરેએ ભગવતીપરામાં બનનાર નવી શાળાના લોકેશનની તેમજ કરણપરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઓફીસ સંકુલ અને શ્રોફ રોડ લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. કમિશનર દ્વારા ભગવતીપરામાં બનનાર નવી શાળા ના લોકેશનની મુલાકાત કરવામાં આવેલ.

શિક્ષણ સમિતિ સંકુલમાં ઓડીટોરીયમ

કરણપરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઓફીસ હાલ જર્જરિત હાલતમાં હોય અને આ પરિસરમાં આવેલ અન્ય બિલ્ડીંગ પણ જર્જરિત હાલતમાં હોય તેને રીપેરીંગ, લેન્ડ સ્કેપિંગ, ગાર્ડન, મ્યુનીસીપલ શાળાઓ માટે ઓડીટોરીયમ તેમજ હયાત લાઈબ્રેરીના બિલ્ડીંગને રીનોવેશન, નવા ટોઇલેટ બ્લોકઙ્ગ સહિતની કામગીરી કરવા સુચના આપવામાં આવેલ.

શ્રોફ રોડ લાઇબ્રેરી અદ્યતન

આ ઉપરાંત શ્રોફરોડ લાઈબ્રેરીમાં વધારાની જગ્યાની જરૂરિયાત હોય, બાજુમાં આવેલ જુના સ્ટાફ કવાર્ટર અને હયાત વોર્ડ ઓફીસ પાડીને નવું અદ્યતન બિલ્ડીંગ બનાવવાનું વિચારવામાં આવેલ. જેમાં હયાત ઐતિહાસિક ટાંકાને દુર કર્યા વિના ડીઝાઈન તથા પ્લાનિંગ હાથ ધરવા સુચના આપવામાં આવેલ.ઙ્ગ

ભગવતીપરામાં નવી હાઇસ્કુલ

ભગવતીપરા વિસ્તારમાં નવી હાઈસ્કુલમાં ફેઝ-૧માં રૂ. ૧૬ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪ કલાસરૂમ સાથે પ્રિન્સીપાલ ઓફિસ, સ્ટાફરૂમ, એડમીન ઓફિસ, રેકોર્ડરૂમ, કોમ્પ્યુટરરૂમ, ચિલ્ડ્રનટોય રૂમ, ડીસ્પેન્સરી, એકટીવીટી રૂમ, લેડીઝ તથા જેન્ટ્સ માટે અલગ ટોઇલેટ, વોટરરૂમ, ઓપન એર થીયેટર વિગેરે સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત ઇન્ટરનલ રોડ, વોટર સપ્લાય, ડ્રેનેજ, રેઇનવોટર હાર્વેસ્ટીંગ, પ્લાન્ટેશન તેમજ ફાયર સેફટી સીસ્ટમ, સોલાર ભ્સ્ સીસ્ટમ, એકસટરનલ ઇલેકિટ્રક, સીસીટીવી કેમેરા, કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રી ગેટ, સિકયોરીટી કેબીન, રીટેઇનીંગવોલ જેવી સુવિધાઓ આપવામાં આવનાર છે.

ઙ્ગફેઝ-૨ માં રૂ. ૪.૭૭ કરોડના ખર્ચે પ્રથમ માળે ૧૧ કલાસરૂમ, લાયબ્રેરી, ઈ-લાઈબ્રેરી, મીટીંગ હોલ, ફીઝીકલ લેબ, બાયોલોજી લેબ, કેમેસ્ટ્રી લેબ, ટોયલેટ તથા વોટરરૂમની સુવિધા આપવામાં આવશે. તેમજ બેડમિન્ટન, ટેબલટેનીસ બિલ્ડીંગ, વોલીબોલ કોર્ટ, ફૂટબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ તેમજ એથ્લેટિક ટ્રેક ગ્રાઉન્ડનું પ્લાનિંગ કરવામાં આવેલ છે. આ શાળા બિલ્ડીંગનો પ્રાથમિક તેમજ માધ્યમિક બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે.

વિસ્તારમાં સ્માર્ટઘર ૫ૅ૬ આવાસ યોજનાના ૨૧૨૮ આવાસો ઉપરાંત ભગવતીપરામાં હાલમાં જ મંજુર થયેલ આશરે ૨૦૦૦ જેટલા પ્રાઈવેટ એફોર્ડેબલ આવાસોનું ડેવલોપમેન્ટ ધ્યાને લેતા શાળા બનાવી જરૂરી જણાય છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં રમત-ગમ્મત માટે પૂરતા પ્રમાણમાં મેદાનો ઉપલબ્ધ નથી તેથી ભગવતીપરાની આ નવી બનનાર શાળામાં રમત-ગમ્મત બાબતે વિશેષથી સુવિધાઓ આપવા માટે પ્લાનિંગ કરેલ છે અને રાજય સરકારના વખતોવખતના ખેલ મહાકુંભ અને અન્ય રમત-ગમ્મત ને લગત કાર્યક્રમો માટે એક સુવિધા ઉપલબ્ધ થશે.

(4:11 pm IST)