Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ખોખડદળ પુલ પાસે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં અનિલને નિલેષે છરી ઝીંકી દીધી

પોતાને પણ ધોકાથી ફટકારાયાનો નિલેષનો વળતો આક્ષેપઃ સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૧૩: આજીડેમ પોલીસ મથક હેઠળના ખોખડદળ નદીના પુલ પાસે જડેશ્વર વેલનાથપરા-૩માં રહેતાં અનિલ જુકાભાઇ ભદ્રેસણીયા (કોળી) (ઉ.વ.૨૫)ને રાતે નવેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે પડોશી નિલેષ બટુકભાઇ કોળીએ છાતીમાં ડાબી બાજુ છરીનો ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ રવિરાજસિંહએ હોસ્પિટલે પહોંચી અનિલની ફરિયાદ પરથી નિલેષ સામે ગુનો નોંધ્યો હતો. અનિલના કહેવા મુજબ તેના ઘર નજીક નિલેષ ગાળો બોલતો હોઇ તેને સાહેદ હંસાબેન દૂર જવાનું અને ગાળો નહિ બોલવાનું સમજાવવા જતાં ઝઘડો કર્યો હતો. આથી પોતે તેને સમજાવવા જતાં છરીનો ઘા ઝીંકી દેવાયો હતો.

બીજી તરફ નિલેષ બટુકભાઇ સવાસરીયા (ઉ.૨૦) પણ પોતાને અનિલ, સંજય અને અજાણ્યાએ ધોકા-પાઇપથી માર માર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

(12:50 pm IST)