Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કોરોનાનો સીધો સાદો આયુર્વેદિક ઉપચાર શું?

કોરોનાને પ્રસરતો કે આવતો અટકાવવા ઘર - ઘરની અંદર દરરોજ ગુગળ - લોબાન - લીમડો - નગોળ - તુલસી - મરી - કપૂર અને સાથે ગાયનું છાણ : આ ધુમાડો જો કરવામાં આવે તો હવાની શુદ્ધિ થાય અને હવાની શુદ્ધિ થાય તો આ કોરોના વાયરસ અથવા તો અન્ય કોઈપણ વાયરલ ડીસીઝ પ્રસરતો કે ઘુસતો અટકે તેવું સ્પષ્ટ છે : ધૂપમાં ઉપરની સામગ્રીઓ બધી પણ વાપરી શકાય અથવા તો જે ઉપલબ્ધ હોય તેનો ગાયના છાણા સાથે ધુંવાડો કરવાથી અવશ્ય લાભ મળશે

વૈદ્યરાજ ડો.જયેશ પરમાર સ્પષ્ટ કહે છે કે આ રોગને નાથવા હવાની શુદ્ધિ અતિ આવશ્યક છે. કોરોના કે અન્ય વાયરલ ડીસીઝ હવાથી પણ ફેલાય છે તે હવે જગજાહેર છે.

હવા ઉપરાંત પાણીની શુદ્ધિ પણ જરૂરી છે. પીવાના પાણીમાં થોડીવાર માટે ફટકડી ફેરવીને જ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો અને ખોરાકમાં રાઈ - મીઠુ - હળદરનો વઘારમાં અવશ્ય ઉપયોગ કરવો.

આમ હવા - પાણી - ખોરાકની શુદ્ધિથી જ આ રોગનો સામનો કરી શકાય, મ્હાત કરી શકાય.

(જાણીતા વૈદ્યરાજ ડો.જયેશભાઈ પરમારનું સ્પષ્ટ મંતવ્ય)

(12:24 pm IST)