Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રાજકોટ જિલ્લા બેંકના વહીવટથી છતીસગઢની બેંકના સંચાલકો પ્રભાવિત

છત્તીસગઢની જગદલપુર જિલ્લા સહકારી બેંકના ચેરમેન દિનેશ કશ્યપ, વાઇસ ચેરમેન શેષનારાયણ તિવારી વગેેરેએ રાજકોટ જિલ્લા સહકારી બેંકની મુલાકાત લેતા ડીરેકટર અરવિંદ તોગડીયા, જનરલ મેનેજર વી.એમ. સખિયા વગેરેએ સ્વાગત કરેલ તે પ્રસંગની તસ્વીર

 

રાજકોટ તા. ૧રઃ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલશ્રી વી.એમ.સખીયાના જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, પૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયાના સુદ્દઢ વહિવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના કુશળ વહીવટના કારણે આ બેંકને નાર્બે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઇ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવે છે.

આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્યાણકરી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડુતોના વિકાસ લક્ષી પ્રવૃતિ કરે તેવા નાબર્ડના અભિગમના ભાગ રૂપે છત્તીસગઢ સ્ટેટની જગદલપુર ડિસ્ટ્રિકટ કો.-ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સ, બેંકના ચેરમેન શ્રી દિનેશ કશ્યપ તથા વાઇસ ચેરમેન શ્રી શેશનારાયણ તિવારીના પ્રતિનિધિત્વ હેઠળની ટીમએ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો.-ઓપ.બેંકની તા.૧૦/ર/ર૦ર૦ ના રોજ મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરેલ તેમજ બેંકના ડિરેકટરશ્રી અરવિંદભાઇ તાગડીયાએ તેઓનું સ્વાગત કરેલ અને બેંકના જનરલ મેનેજર સી.ઇ.ઓ. શ્રી વી.એમ. સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ.

છત્તીસગઢ સ્ટેટની જગદલપુર ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના બોર્ડ ઓ ડિરેકટર્સના સભ્યશ્રીઓ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી બેંકની મુખ્ય કચેરીમાં ર૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઇ ખુબ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેનશ્રી જયેશભાઇ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ બેંકની મુખ્ય કચેરીની મુલાકાત બાદ બેંકની ઉકરડા શાખા તથા બેંક સાથે જોડાયેલ શ્રી ઉકરડા જુથ સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત લઇ મંડળીની વિવિધ કામગીરીઓ જોઇ ખૂબજ પ્રભાવિત થયેલ અને મંડળીના હોદ્દેદારોને પણ ધન્યવાદ આપેલ હતા.

(3:54 pm IST)