Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

લેઉઆ પટેલ કન્યા છાત્રાલયમાં એકસ્પો-૨૦૧૯

રાજકોટઃ ગુજરાત રાજયના યુવા કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાના માર્ગદર્શન હેઠળ ગોંડલ રોડ પર ચાલતી માતુશ્રી જે.આર.ભાલાળા લેઉવા કન્યા છાત્રાલય અને શ્રી કન્યા વિદ્યાલયમાં 'એકસ્પો- ૨૦૧૯'નું આયોજન કરવામાં આવેલ. આ પ્રદર્શનમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીની બહેનોએ ધાર્મિક, સામાજિક, કાયદાવિષયક આયુર્વેદને લગતા તેમજ સંસ્થાના આદ્ય- સ્થાપક વિઠલભાઈ રાદડીયા દ્વારા સ્થાપિત સંસ્થાઓનું પ્રતિકૃતિ પ્રોજેકટ દ્વારા રજુ કરેલ હતી. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા બહેનોએ ટ્રાફીક સેન્સ, મોબાઈલનો દુરૂપયોગ, બેટી બચાવો- બેટી પઢાવો, કચ્છ  દર્શન અને સ્ટેચ્યુ ઓફ  યુનિટીના પ્રોજેકટ તૈયાર કરેલ હતા.

આ પ્રદર્શનમાં સંસ્થાના પ્રમુખશ્રી જયેશભાઈ રાદડીયાએ મૂલાકાત લીધી. પ્રોજેકટ તૈયાર કરનાર તમામ વિદ્યાર્થીની બહેનો અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, રમેશભાઈ ખીચડીયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, અરવિંદભાઈ ત્રાડા, કલ્પેશભાઈ સતાસીયા, જીતુભાઈ સાવલિયા તથા આમંત્રિત મહેમાનશ્રીઓ કમલનયનભાઈ સોજીત્રા, કિશોરભાઈ રામાણી, ભરતભાઈ દોંગા વગેરેએ મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા- કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીનીના વાલીશ્રીઓને ખાસ આમંત્રણ આપી બોલાવવામાં આવેલ અને બહોળી સંખ્યામાં વાલીશ્રી પધાર્યા હતા. પ્રદર્શનમાં દરેક વિભાગના પ્રોજેકટ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા.

સમગ્ર પ્રોજેકટ તૈયાર કરવામાં સંસ્થાના સંચાલકશ્રી જગદીશભાઈ સંઘાણી તથા સંદીપ ગઢીયા તથા શિક્ષક મિત્રો જે.બી.સાવલિયા, રાહુલભાઈ ભુવા, પ્રિતેશભાઈ વડગામા, રવિભાઈ વેકરીયા સંસ્થાના મુખ્ય ગૃહમાતા લતાબેન વિરડીયા તથા તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી.(૩૦.૫)

(3:46 pm IST)