Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પી.જી.વી.સી.એલ બીલના દાવા ચલાવવાની સિવીલ કોર્ટને હકુમત નથી : દાવો નામંજુર

માત્ર ૧૬ દિવસમાં કોર્ટે દાવાનો નિકાલ કરી દીધો

રાજકોટ તા ૧૩ :  પી.જી.વી.સી.એલ. ના બીલના  દાવા ચલાવવાની  સીવીલ  કોર્ટને હકુમત નથી  રૂ. ૩,૪૮,૯૩૦-૧૫ પૈસાના આપેલ બીલ અંગે દાવો કરતા અદાલતે  દાવો ફગાવી  દીધો  હતો, અને માત્ર ૧૬  દિવસમાં દાવાનો  નિકાલ અદાલત  ેકરી મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ  કેસની હકીકત એવી  છે કે, મેટોડામાં  આવેલ પ્લોટ નં. જી-૧૯૨૧ અંબાજી  મારબલ પાછળ આવેલ કોમર્શીયલ વીજ કનેકશનમાં વાદી એટલે કે ગુજ. લીલાબેન અમરશીભાઇ કામળીયાના વહીવટકર્તા  તરીક ે વનરાજભાઇ   અમરશીભાઇ કામળીયાએ પી.જી.વી. સી.એલ.  કાું. એ   બિનઅધિકૃત વીજ વપરાશ  સબંધ ે રૂ. ૩,૪૮,૯૩૦-૧૫ પૈસાનું બીલ આપેલ હતું. સદરહુ બીલ મેટોડાના નાયબ ઇજનેર શ્રી ગણાત્રા સાહેબે ચેકીંગ દરમ્યાન મળેલ ગેર રીતીના અનુસંધાને આપેલ હતું. બીલ મળ્યા બાદ વાદી એટલે કે વનરાજભાઇ અમરશીભાઇ કામળીયાએ પી.જી.વી. સી.એલ. કાું. ને રજુઆત કરેલ અને તેના અનુસંધાને તેઓને બીલ આપેલ હતું.

સદરહુ  બીલ ન ભરવુ પડે તે માટે થઇ વાદીએ અદાલતમા ં દાવો  દાખલ  કરી  પી.જી.વી.સી.એલ. નું  બીલ ગેરકાયદેસર ઠરાવવા તેમજ વીજ કનેકશન કાપે, કપાવે નહીં તેવા મનાઇ હુકમની માંગણી કરેલ હતી. સદરહુ દાવાની નોટીસની બજવણી થતા  પી.જી.વી.સી.ેએલ. કાું. તેઓના એડવોકેટ  શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી મારફત રજુઆત કરેલ કે '' સીવીલ કોર્ટને દાવો  ચલાવવાની  હકુમત નથી અને તે સંબધે   સર્વોચ્ચ અદાલત તેમજ વિવિધ હાઇકોર્ટ દ્વારા  પ્રતીપાદીત કરેલ સિંધ્ધાંતો વાળા  કાયદાકીય આધાર રજુ કરતા  અદાલતે વાદીનો દાવો રદ કરી એવું જણાવેલ કે, આવો  દાવો ચલાવવાનોે આ અદાલતને હકુમત  ન  હોય, જેથી વાદીનો દાવો નામંજુર કરી માત્ર ૧૬ દિવસમાં દાવાનો નિકાલ કરેલ. ૨૦૧૯ ના   દાવાનો ૨૦૧૯માં નીકાલ કરતી ઝડપી ન્યાયનું  ઉદાહરણ  પુરૂ પાડેલ છે.

(3:44 pm IST)