Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સગીરાના અપહરણ બળાત્કારના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૩ : સગીર બાળાને લગ્નના ઇરાદે લલચાવી, ફોસલાવી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને જમીન મુકત કરવાનો અત્રેની સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, તા.પ/૧૧/ર૦૧૯ ના રોજ કોઠારીયા સોલ્વન્ટ શીતળાની ધાર, રપ વારીયા કવાર્ટરમાં રહેતા ફરીયાદીએ એ.ડીવી, પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી અર્જુનભાઇ ગુલાબભાઇ ગાયકવાડ, રહે. કળોદ્રા ચાર રસ્તા, હનુમાન ફળીયું, સુરતવાળો ભગાડી અપહરણ કરી લલચાવી ફોસલાવી લગ્નના ઇરાદે લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવેલ હતી જે ગુનામાં આરોપીએ જામીનપર છુટવા અરજી કરી હતી.

સદરહુ કામે તપાસ અમલદારનું સોગંદનામું જોતા આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ હોય તેવુ જણાઇ આવતુ નથી. જેથી ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતોને ધ્યાને લઇ યોગ્ય જામીનો ઉપર મુકત કરવા અરજ ગુજારેલ હતી. જેને સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.

ઉપરોકત કામમાં આરોપી અર્જુનભાઇ ગુલાબભાઇ ગાયકવાડ વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમિત જનાણી, કિશન વાલવા, સંદિપ જેઠવા, વિક્રમ જોષી, વિજય જોષી રોકાયેલ હતા.

(3:43 pm IST)