Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પમ્પીંગ સ્ટેશન - પાઇપ લાઇન સહિત વોટર વર્કસનાં ૬૨.૭૮ કરોડના કામોનું સાંજે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા અમીનમાર્ગના છેડે ૧૫૦ ફુટ રીંગ રોડ કોર્નરના ગ્રાઉન્ડમાં વોર્ડ નં.૧૪ જીલ્લા ગાર્ડન ખાતે, વોર્ડ નં.૧૨ વાવડી વિસ્તારમાં ESR GSR તથા પમ્પીંગ સ્ટેશન તેમજ વોર્ડ નં.૧૧ તથા ૧૨ મવડી તથા વાવડી વિસ્તારમાં પાણી વિતરણ માટેની લાઈન તેમજ વોર્ડ નં.૦૮ ન્યારી ESR થી મેઈન પાણી વિતરણ લાઈન નાખવાના કામનું રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ તમામ પાણીના કામોનું ખર્ચ રૂ.૬૨.૭૮ કરોડના ખર્ચે થશે. આ કાર્યક્રમ અંતર્ગત સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, વોર્ડ નં. ૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, મહામંત્રી કાથડભાઈ, સિટી એન્જીનીયર દોઢીયા, કમાલીયા, આસી.મેનેજર અમિત ચોલેરા વિગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ અંતર્ગત જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને સંબંધક અધિકારીને સુચના આપેલ હતી. તે વખતની તસ્વીરો.

(3:43 pm IST)