Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

બ્લુટુથ સાથે હાર્ર્ટ ટેડી લાઈટીંગવાળા ચોકલેટ બુકે : કાર્ડ્ઝ - ગીફટની ખરીદીનો જોહર કાર્ડ ્ઝમાં ધમધમાટ

રાજકોટ : આવતીકાલે એટલે વેલેન્ટાઈન-ડે આ દિવસની દુનિયાભરમાં ઉજવણી થાય છે. આ અવસરને યાદગાર બનાવવા ખાસ વેરાયટીઓ અંગે અહિં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાડ્ર્સવાળા યુસુફભાઈ તથા હસનેનભાઈ જણાવે છે કે વેલેન્ટાઈન ડેની સ્પે. ગીફટોમાં બ્લુટુથ સાથે હાર્ટ - ટેડી લાઈટીંગવાળા ચોકલેટ બુકે શણગારેલા આવેલ છે. મેજીક બોટલ, મેજીક હાર્ટ, સ્વીચ દબાવતા જ હાર્ટ ઉછળીને આઈ લવ યુ બોલતુ બોકસમાં બહાર નીકળે છે. રેડીયમ કપલ શોપીસ લેસથી સજાવેલ હાર્ટ, હાર્ટનું તોરણ, લાઈટીંગ મ્યુઝીકલ, કપલ ડોમ, મેસેજ બોટલ, થ્રીડીની ઈફેકટ આપતા લાઈટીંગ શોપીસ, પ્રર્સનલાઈઝ ફોટાવાળી સંખ્યાબંધ ગીફટો, ઘડીયાલ, મગ, સંખ્યાબંધ વેરાયટીઓ શોપીસ, સ્માઈલી પીલો, હાર્ટવાળી ચોકલેટ, મેમરીઝ લવ સ્ટોરીબુક, સંખ્યાબંધ ડિઝાઈનોના કાર્ડ્સ ઉપલબ્ધ હોવાનું જણાવાયુ હતું.

(3:42 pm IST)