Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પુનિતનગર પાસે ઇગલ રેસિડેન્સીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જૂગાર રમતાં ૬ પકડાયા

પકડાયેલા તમામ ભજીયાના કારીગરઃ હેડકોન્સ. સમીરભાઇ શેખ, નિલેષભાઇ અને અજીતસિંહની બાતમીઃ ૬૮,૬૩૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૩: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાસે ગોવર્ધન ચોક ઇગલ રેસિડેન્સીમાં ભાડેથી રહેતાં મુળ જામજોધપુરના જિનાવારી ગામનો હિરેન નાથાભાઇ કદાવલા (ઉ.૨૩) જૂગાર રમાડતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને હેડકોન્સ. સમીરભાઇ શેખ, અજીતસિંહ અને નિલેષભાઇને મળતાં દરોડો પાંચને પકડી લીધા હતાં.

પોલીસે હિરેન ઉપરાંત રવિ મગનભાઇ સોરઠીયા (ઉ.૨૫-રહે. મવડી બાયપાસ, સોરઠીયા વાડી પાછળ), કોૈશિક કેશુભાઇ બોરીચા (ઉ.૨૩-રહે. મવડી ચોકડી લાભદીપ-૧૦), સોહિલ રજાકભાઇ ખેદાઢા (ઉ.૨૦-રહે. નવલનગર-૩), પિયુષ પરબતભાઇ નનેરા (ઉ.૨૨-રહે. અદિતપરા તા. રાણાવાવ) અને રેનિશ હીરાભાઇ કારેણા (ઉ.૨૪-રહે. હાલ ધરમનગર, મવડી-મુળ ગોપ તા. જામજોધપુર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૩૧૩૦ રોકડા તથા ૪૫૫૦૦ના છ મોબાઇલ ફોન મળી રૂ. ૬૮૬૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા તમામ ભજીયાના કારીગર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧,૨ તથા એસીપી જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સમીરભાઇ, નિલેષભાઇ અને અજીતસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(3:32 pm IST)