Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાજકોટના ૪૦ BLO ને નોટીસઃ ઇન્ક્રીમેન્ટ-ફોજદારી સહિતના આદેશો...

ખાસ કરીને પૂર્વ વિસ્તારના ૩૦ બૂથ લેવલ ઓફીસરોમાં પ પ્રોફેસર-રર શિક્ષકો હોવાનો રીપોર્ટઃ અમૂકને ૪ વખત નોટીસ ફટકારાઇ : કલેકટરને કરાતો રીપોર્ટઃ પૂર્વ વિસ્તારમાં એક તો ૧૪ ની ઘટ છે અને તેમાં ૩૦ તો હાજર નથી થતાઃ ચૂંટણી શાખાએ ઘોકો પછાડયો...

રાજકોટ તા. ૧૩ : તાજેતરમાં યોજાયેલ મતદારયાદી તથા ચૂંટણી સંબંધેની કામગીરી દરમિયાન બીએલઓ હોવા છતા ફરજ ન બજાવનાર, અને હાજર ન થનાર રાજકોટના એકી સાથે ૪૦ જેટલા બૂથ લેવલ ઓફીસરોને કલેકટર ડો. રાહુલ ગૂપ્તાની સૂચના રાજકોટ જે તે મામલતદારે પોતાના વિસ્તારોના બૂથ લેવલ ઓફીસરોને ઝપટે લીધા છે, અને નોટીસો ફટકારતા આ તમામ બીએલઓમાં દોડધામ થઇ પડી છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે પશ્ચિમ વિસ્તારના-ર, તો પૂર્વ મામલતદાર વિસ્તારના ૩૦, અને રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રના પ બીએલઓને નોટીસ ફટકારાઇ છે, તો દક્ષિણ ક્ષેત્રના પણ ૩ થી ૪ હોવાનું કહેવાય છ.ે

આમા ખાસ કરીને પૂર્વ વિસ્તારના ૩૦ થી વધૂ બીએલઓને નોટીસ ફટકારાઇ છે, જેમાં વિવિધ કોલેજના પ પ્રોફીસર, રર શિક્ષકો ઉપરાંત, પી.ડબલ્યુ.ડી.ના ત્રણ કર્મચારી છે, આમાંથી અમુકને તો ૩ થી ૪ વખત નોટીસો અપાઇ છતા હાજર નથી થયા, એવા પ થી ૬ને આખરી નોટીસ તાકિદે હાજર થવા અન્યથા ફોજદારી અને છેલ્લા બે ઇન્ક્રીમેન્ટ કાપી લેવા અંગે ચેતવણી આપી ચૂંટણી પંચને રીપોર્ટ આપી દેવાયો છે.

આ નોટીસોથી જાણે ભૂકંપ આવી ગયો હોય તેમ, અને અધીકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમૂકતો હાજર પણ થઇ ગયા છે, પૂર્વ ક્ષેત્રમાં રપપ આસપાસ બૂથ છે, તેમાં ૧૪ તો બીએલઓ ઘટે છે તેમાં આ ૩૦ ગેરહાજર હોય ચૂંટણી શાખા લાલઘુમ બની ગઇ છે, પશ્ચિમ વિસ્તારમાં કુલ ૩૦૦ થી વધૂ બૂથ છે, તેમાં તમામ હાજર થઇ ગયાનો રીપોર્ટ કરાયો છે.

(3:30 pm IST)