Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જિલ્લા ગાર્ડનમાં ડો. બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવન અને લાયબ્રેરીનું નિર્માણ સંપન્ન : કાલે સામાજીક - ન્યાય અધિકાર મંત્રી ઇશ્વરભાઇ લોકાર્પણ કરશે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા જિલ્લા ગાર્ડન ખાતે રાષ્ટ્રીય કક્ષાનું ડો. બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવન અને લાયબ્રેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આથી હવે તેનું લોકાર્પણ આવતીકાલે તા.૧૪ના રોજ જીલ્લા ગાર્ડન ખાતે સવારના ૯.૩૦ કલાકે રાજયના સામાજિક ન્યાય અધિકારિતા અનુસૂચિત જાતિઓનું કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે થશે. આ કાર્યક્રમ અંતર્ગત લેતાં મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, અનુસૂચિત મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, વોર્ડ નં.૧૪ના પ્રમુખ અનીશભાઈ જોષી, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, ભાજપ અગ્રણી એન.જી.પરમાર તેમજ સંબંધક અધિકારી વિગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ અંતર્ગત જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને સંબંધક અધિકારીને સુચના આપેલ. તે વખતની તસ્વીરમાં સ્મારક ભવનમાં ડો. બાબા સાહેબના જીવન અને કવન દર્શાવતી અલભ્ય તસ્વીરો, લેખ વગેરેનું પ્રદર્શન તથા લાયબ્રેરી અને સ્મારક ભવનનું બિલ્ડીંગ તથા સ્થળ મુલાકાતે ગયેલા અધિકારીઓ - પદાધિકારીઓ દર્શાય છે.

(3:29 pm IST)