Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

શેરે બે શએ સુન્નતના મુનાઝરાના સાક્ષી એકમાત્ર હયાત સુન્ની ઉલેમા હાફિઝ મહેબુબ અલીખાનની વિદાય

રાજકોટ તા. ૧૩ :.. સુન્ની સંપ્રદાયની એક બુઝૂર્ગ શખ્શીયત અને પીઢ ઉલેમા હઝરત મૌલાના હાફિઝ મુહમ્મદ મહેબુબ અલીખાન સાહેબનો ગત તા. ૧૦-૧-૧૯ ના રોજ ઇન્નેકાલ થઇ જતા તેઓનો ચહેલૂમ શરીફ તા. ૧૬ ના શનીવારે તેઓની ખાનકાહ બલભરીયા શરીફ (ધાનેપુર, જીલ્લો ગોંડા, ઉત્તર પ્રદેશ) ખાતે યોજાયેલ છે. સુન્ની સમાજની જેઓના થકી ઓળખ છે તે આ'લા-હઝરત ઇમામ અહેમદ રઝાખાન ફાઝીલે બરૈલી (રહે.)ના આધ્યાત્મિક સુપુત્ર અને માત્ર શેરેબેશએ સુન્નત ના નામે ઓળખાતા મઝહરે આ'લા-હઝરત, મૌલાના હશમત અલીખાન સાહેબ (પીલીભીત શરીફ-ઉત્તર પ્રદેશ) ના તેઓ ખાસ ખલીફા હતાં. અત્રે એ યાદ રહે કે શેરે બે શએ સુન્નત, ુમુનાઝિરે આઝમે હિન્દ હતા અને તેઓ બિન સુન્નીઓ સામે મુનાઝરા  (સામ સામે બેસી ધાર્મિક દલિલો કરવી) કરવામાં મશહૂર હતા અને તેઓના લીધે તેઓ 'શેરે રઝા' તરીકે પણ ઓળખાતા હતા જેઓનો અંતિમ મુનાઝરો ધાનેપુર (ઉત્તર પ્રદેશ) માં થયો હતો જેમાં હાફિઝ મહેબૂબ અલીખાન સાહેબ સાથે રહ્યા હતા અને આ મુનાઝરાનો અહેવાલ હાફિઝ મહેબુબ અલીખાન સાહેબે તૈયાર કર્યો હતો.

આમ શેરે બે શએ સુન્નતના મુનાઝરાને નજરે જોનારા પૈકી એક માત્ર હયાત ઉલેમા હાફિઝ મહેબુબ અલીખાન સાહેબ એ વયોવૃધ્ધ ઉમરે, લાંબી બિમારી બાદ વિદાય લઇ લેતા ખાસ કરી સુન્ની ઉલેમાઓએ આઘાત અનુભવ્યો છે.

ખલીફ-એ-શેરે સુન્નત, આલિમે રબ્બાની, આરિફે રહમાની હઝરત મૌલાના હાફિઝ કારી મહેબુબ અલીખાન સાહેબ કે જેઓએ અનેક દારૂલ ઉલૂમોની પણ સ્થાપના કરી છે, ઇન્શરાહે સદરે સુન્નીઅતના નામે મુનાઝરા બાઝાર બાગનો અહેવાલ તૈયાર કર્યો હતો એક મહાન આલિમના નાતે અને ધર્મની બેજોડ સેવાના કાજે તેઓને ર૦૧૭ માં 'અબૂલ ફતાહ એવોર્ડ' આપવામાં આવેલ અને 'મેઅમારે હશમતીયત'નો ખિતાબ આપવામાં આવેલ હતો.

એટલું જ નહીં તેઓના કહેવાથી જ શેરે સુન્નત (રહે.) એ કુઆર્ન શરીફની તફસીર (સ્પષ્ટીકરણ) હિજરી ૧૩૬૮ માં લખવાની શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર સહિત ભારતમાં તેઓના અનુયાયી હતા જેઓની વફાતથી ખાનકાહે હશમતીયાહે (પીલીભીત શરીફ) પણ અફસોસ વ્યકત કર્યો છે. (પ-૧૩)

 

(11:29 am IST)