Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

મારામારીના ગુનામા બે વર્ષથી વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે કાળીયાને પકડી પાડતી માલવીયા નગર પોલીસ

 

   રાજકોટઃ શહેરના વિનાયક નગરમાં રહેતા અને મારામારીના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી રોહીત ઉર્ફે ધરમ ઉર્ફે કાળીયો  પરેશભાઇ કતીરાને માલવિયા પોલીસે ઝડપી લીધો છે

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ  ખત્રીની સુચના તેમજ નાયબ પો.કમી. ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા મદદની પો. કમી. દક્ષિણ વિભાગ ગેડમ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે માલવીયા નગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૯પ/ર૦૧૬ આઇપીસી કલમ ૩ર૪ વી મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી રોહીત ઉર્ફે ધરમ ઉર્ફે કાળીયા( ઉ.વ.રપ ) ( રહે. વીનાયક નગર મે. રોડ, રાજકોટ )ને પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાની સંયુકત બાતમી આધારે મારામારીના ગુનામા પકડી પાડ્યો છે

    આ કામગીરી પો.ઇન્સ. એન.એન. ચુડાસમાના માર્ગદશન હેઠળ પો.સબ ઇન્સ. આર.એ.જાડેજા  તથા પો.હે.કોન્સ રાહીદભાઇ સમા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા  તથા મયુરસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજા તથા ભાવીનભાઇ ગઢવી તથા જયદિપસિંહ જાડેજા તથા દીલપસિંહ જાદવ મા.નગર પો.સ્ટે.રાજકોટ શહેર.જોડાયા હતા 

(12:37 am IST)