Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

રાજકોટના ચકચારી ખળભળાટ મચાવતી બાળકીના દુષ્કર્મ હત્યાની ઘટનામાં ચોંકાવનારો ધડાકો

વ્હોરા વૃધ્ધા અસ્માબેન સદીકોટની હત્યા લુંટ કરનાર નવા ગામના રમેશ કોળીએ જ અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કરી હોવાનો ધડાકો થયો છેઃ નરપીશાચ હવસખોર શખ્સ પર સર્વત્ર ધીકકારની લાગણી

રાજકોટઃ શહેરના ચુનારાવાડ ચોક પાસેથી શુક્રવારે અપહરણ કરાયેલ ૩ વર્ષની આદીવાસી બાળા દિવ્યા સાથે દુષ્કર્મ આચરી પથ્થર ફટકારી ક્રુર હત્યા કરવાના કિસ્સામાં આજે પોલીસે ચોંકાવનારો વિસ્ફોટ કર્યો છે. જે મુજબ શનિવારે નવાગામના જે કોળી શખ્સ વ્હોરા વૃધ્ધ અસ્માબેન સદીકોટની સોખડા પાસે હત્યા કરી ૩૦ હજારના દાગીના લુંટવાની ઘટનામાં પોલીસે પકડયો હતો તે રમેશ જ માસુમ બાળકીનો હત્યારો હોવાનું ખુલ્યંુ છે. આજે સાંજે તેણે વૃધ્ધાની લુંટ કરી હત્યા કર્યાનું પોલીસ સમક્ષ કબુલતા પોલીસ ચોંકી ઉઠી હતી.

આ અંગેની વિગત મુજબ રીક્ષામાં બાળકીને ખોળામાં બેસાડીને જતો દાઢીવાળો શખ્સ ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં રહેલ રમેશ કોળી સાથે મળતો આવતો હોય પોલીસે તેના પર શંકા કરી આકરી પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને બાળકીની હત્યા કર્યાનું કબુલ કરી લીધું હતું.

આ લખાય છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ રમેશ કોળીની વિસ્તૃત ઉંડી તપાસ કરી રહયા છે. નશાખોર નરપીશાસે બબ્બે હત્યા કરી સીરીયલ કીલર બન્યો છે અને દુષ્કર્મનું અધમ કૃત્ય પણ આચર્યુ છે. આ શખ્સ પર સર્વત્ર ફીટકાર વરસી રહયો છે. તસ્વીરમાં જે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા થયેલ તે બાળકી દર્શાય છે તથા સીસીટીવી ફુટેજમાં રીક્ષામાં બાળકી સાથે જઇ રહેલો આરોપી દર્શાય છે. જયારે અન્ય તસ્વીરમાં જે વૃધ્ધાને લુંટી તેની હત્યા કરાઇ હતી. તે અસ્માબેન સાદીકોટ દર્શાય છે અને પોલીસ સકંજામાં રહેલ હત્યારો રમેશ કોળી (ગોળ રાઉન્ડ) દર્શાય છે.

ગઇ તા.૯/૦૨/૨૦૧૮ના રોજ ભાવનગર રોડ ચુનારાવાડ ચોક વોકળા પાસેથી ત્રણ વર્ષની બાળકી દીવ્‍યાબેન ડો/ઓફ દીનેશભાઇ બાદુભાઇ ભાભોર જાતે ભીલ ઠાકોર ઉ.વ.૦૩ રહે હાલ રાજકોટ શહેર ગીતાજંલી સોસાયટી શેરી નં.૧ જીલજીત હોલ પાસે નીતીનભાઇના નવી બનતી સાઇડ પર મુળ ગામ મસુરીયા તા.કલ્‍યાણપુરા જી.જાંબુવા રાજય મધ્‍યપ્રદેશ વાળીનુ સવારના બારેક વાગ્‍યાના અરસામાં રમતી રમતી કયાંક જતી રહેલ હતી જેથી તેના માતા પિતાએ તમામ જગ્‍યાએ તપાસ કરતા કયાંય મળી ન આવતા થોરાળા પોલીસ સ્‍ટેશને આવી આ અંગે જાહેરાત કરતા આ બાબતે થોરાળા પો.સ્‍ટે I ગુ.ર.નં.૧૫/૨૦૧૮ IPC કલમ ૩૬૩ મુજબ નો.ગુન્‍હો દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુન્‍હાની તપાસ ચાલુ હતી તે દરમ્‍યાન તા.૧૧/૦૨/૨૦૧૮ના રોજ આશરે બપોરના બે વાગ્‍યાના અરસા મા ભાવનગર રોડ ઉપર આવેલ જુના પી.ટી.સી. ગ્રાઉન્‍ડ ઉપર જુની ખંઢેર જેવી આઇ.ટી.આઇ હોસ્‍ટેલના બીલ્‍ડીંગમાં ગુમ થનાર આ બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાંશ મળી આવતા આ લાંશની તપાસ દરમ્‍યાન બાળકી સાથે કોઇ ઇસમ એ દુસ્‍કર્મ આચરી અને તેને માથાના ભાગે કોઇ બોથડ પ્રદાથથી મારા મારી હત્‍યા કરેલ હોવાની હકીકત જણાઇ આવેલ હતી જેથી ઉપરોક્‍ત ગુન્‍હાના કામે IPC કલમ ૩૦૨,૩૭૬ તથા જાતીય ગુનાઓ સામ ેબાળકોને રક્ષણ આપતો અધીનીયમ ૨૦૧૨ની કલમ ૪,૬,૮,૧૦ વી મુજબની કલમોનો ઉમેરો કરવામાં આવેલ હતો.

આ બનાવ ખુબજ ગંભીર હોય જેથી પોલીસ કમીશ્નર શ્રી અનુપમ ગેહલોત સા.એ જાતેથી બનાવ વાળી જગ્‍યાનુ નીરીક્ષણ કરી રાજકોટ શહેરના નાયબ પોલીસ કમિશ્નર શ્રી કરણરાજ વાઘેલા સા.તથા અધિક ડી.સી.પી.શ્રી પヘમિ વિભાગ હર્ષદ મહેતા સા.તથા ક્રાઇમ બ્રાંચના એ.સી.પી. એચ.જે.સરવૈયા તથા એ.સી.પી.પૂર્વ વિભાગ શ્રી ભરત રાઠોડ તથા ક્રાઇમ બાંચ અસ.ઓ.જી. બી ડીવીઝન, ભક્‍તિનગર, આજીડેમ, કુવાડવા, વીગેરે પોલીસ ઇન્‍સપેકટર શ્રી ોને બોલાવી બાળકીના દુસ્‍કર્મ/મર્ડરના અનડીટેકટ ગુન્‍હાના આરોપીને કોઇ પણ સંજોગોમાં માહીતી મેળવી શોધી તાત્‍કાલીક પકડી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હતા અને સતત પો.કમિ.સા તપાસ ઉપર સીધુ મોનીટરીંગ કરી તપાસ બાબતે ગાઇડન્‍સ આપતા હતા.

આ ગુન્‍હાની તપાસ દરમ્‍યાન પી.એસ.આઇ કે.કે.જાડેજાની ટીમને અજાણ્‍યો આરોપી બાળકીને એક પીળા લીલા કલરના વુડ વાળી રીક્ષામાં બેસાડી નીકળતો ભાવનગર રોડ ઉપર એક દુકાન પર આવેલા સીસીટીવી કેમેરામાં જોવામાં આવતા આ દિશામાં તપાસ આગળ વધારતા અલગ અલગ ટીમો બનાવામાં આવેલ જે ટીમોમાં એક ઇન્‍ચાર્જ તરીકે પો.ઇન્‍સ. તેમજ તેની નીચે સાત સાત માણસો આ ટીમોમાં સામેલ કરવામાં આવેલ અને આ ટીમોને થોરાળા બી ડીવી. ભક્‍તિનગર આજીડેમ કુવાડવા તથા એ.ડીવી. પો.સ્‍ટેમાં મોકલવામાં આવી અને આ વિસ્‍તારના સામાજીક આગેવાનો તેમજ શહેરીજનોને મળી મેળવવામાં આવેલ સીસીટીવી ફુટેજના ફોટોગ્રાફ બતાવી સતત આ અજાણ્‍યા આરોપીને શોધી કાઢવા કાર્યરત રહેલ હતા.

બાળકીનું અપહરણ કરી આ અજાણ્‍યો આરોપી આછા દાઢી વાળો હોવાનુ આર્શીક રીતે સીસીટીવી ફુટેજમા હોવાનુ જણાઇ આવતા તે દિશામાં તપાસ હાથ ધરેલ. આ ગુન્‍હાની મોડસ ઓપરેન્‍ડી કુવાડવા રોડ ઉપર થોડા દિવસ પહેલા થયેલ વૃધ્‍ધાનું મરડર થયેલ તેની મોડસ ઓપરેન્‍ડી મળતી આવેલ એટલે કે બન્નેમાં મોઢાના ભાગે પથ્‍થરમારી મારી નાખવામાં આવેલ હતા. તેમજ કુવાડવા પોલીસ સ્‍ટેશનના બનાવમાં વૃધ્‍ધા મોટી ઉમરના નિસહાય હતા જ્‍યારે આમાં બાળકી તદ્દન નાની હોય પ્રતિકાર કરી શકવા અશક્‍તિમાન હતી. અને આ કામે જે રીક્ષામાં આરોપીના સીસીટીવી ફુટેજ મળેલા તે કુવાડવા પો.સ્‍ટે.ના ગુન્‍હામાં પકડાયેલ આરોપી રમેશ બચુભાઇ વૈઢુકીયાને મળતા હોય તેમજ ક્રાઇમ બ્રાન્‍ચ પી.એસ.આઇ. કે.કે.જાડેજા તથા તેમની ટીમને તેમના ખાનગી બાતમીદારો દ્વારા આ બાબતે તપાસ કરાવતા આ ઉપરોક્‍ત આરોપી આ વિસ્‍તારમાં જ કડીયાકામ તેમજ રીક્ષા ચલાવતો હોય તેવી માહિતી મળેલ અને આ જે ભોગ બનનાર બાળકી જે જગ્‍યાએ મરણ ગયેલ પી.ટી.સી.ગ્રાઉન્‍ડ જુના આઇટીઆઇ બીલ્‍ડીંગમાં અવાર-નવાર કુદરતી હાજતે જતો હોવાનું જાણવા મળેલ જેથી રમેશ બચુભાઇ વૈઢુકીયા આ વિસ્‍તારથી સંપૂર્ણ માહિતગાર હોય અને બાળકી મરણ ગયેલ તે જગ્‍યાથી પણ માહિતગાર હોય અને આ બાળકી જ્‍યારે ગુમ થયેલ ત્‍યારે સવારના સમયે તેની આ વિસ્‍તારમાં હાજરી હોવાનું બાતમીદારોથી જાણવા મળેલ.મજકુર આરોપી રમેશ બચુભાઇ વૈઢુકીયાએ આ ગુન્‍હો કર્યો હોવાનું પ્રાથમિક રીતે જણાઇ આવતા અને તે હાલ કુવાડવા પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૮ આઇપીસી કલમ ૩૦૨,૨૦૧,૩૯૪ વિગેરેના કામે રીમાન્‍ડ ઉપર હોય જેથી તેનું ઇનટ્રોગેશન કરવા માટે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ડીસીબી ઝોન-૨ શ્રી કરણરાજ વાઘેલા સાહેબે એડીશનલ ડીસીપી શ્રી હર્ષદ મહેતા સાહેબની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્‍ચના એ.સી.પી.જે.એચ. સરવૈયા, પૂર્વ વિભાગના એ.સી.પી. શ્રી ભરત રાઠોડ સાહેબ તથા થોરાળા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એન.એન.ચુડાસમા સાહેબ તથા તેમની ટીમને ઇન્‍ટ્રોગેશન કરવા માટે કુવાડવા પો.સ્‍ટે. જવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેના અનુસંધાને આરોપી રમેશ બચુભાઇ વૈઢુકીયાની ઉપરોક્‍ત ટીમ તથા કુવાડવા પો.ઇન્‍સ. મોડિયા સાહેબની ટીમે પુછપરછ અને ઇન્‍ટ્રોગેશન કરતા ઉપરોક્‍ત આરોપીએ થોરાળા પોલીસ સ્‍ટેશનનો ફસ્‍ટ ગુ.ર.નં.૧૫/૨૦૧૮ આઇપીસી કલમ ૩૬૩,૩૦૨,૩૭૬ તથા પોકસો એકટ વિગેરે મુજબનો ગુન્‍હો કર્યાની કબુલાત કરેલ. અને આરોપીએ પોતે બનાવવાળી જગ્‍યા અને સ્‍થળ સ્‍વમેળે જાતેથી બતાવેલ છે. આ રીતે થોરાળા પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.રનં.૧૫/૨૦૧૮ મુજબનો ગુન્‍હો રાજકોટ પોલીસ દ્વારા ડીટેક્‍ટ કરવામાં આવેલ છે.

 

(9:49 pm IST)
  • મહિસાગરમાં જિલ્લામાં અનેક ખેડૂતો સાથે ૧૫ કરોડની છેતરપીંડી કરનાર કંપનીના સીઈઓ અને એમડીની પોલીસે ધરપકડ કરી access_time 3:42 pm IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી. access_time 11:50 pm IST