Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અંતાક્ષરીનો ઉદ્દભવ રામાયણના સમયથી જ થયો હતો : સંધ્યાબેન ગેહલોત

મહિલા મિલન કલબ દ્વારા અંતાક્ષરીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો

રાજકોટ : અંતાક્ષરીનો ઉદ્દભવ તો રામાયણ કાળના સમયથી જ થયો હતો. એ સમયે ઋષિ મુનિઓ તથા અન્યો સામ સામે ચોપાઈ ગાઈ અંતાક્ષરી ખેલતા હતા. ઓજે આધુનિક યુગમાં અંતાક્ષરીનું રૂપ બદલ્યુ પણ અંતાક્ષરી યુગોયુગ જુની છે તેમ શ્રીમતી સંધ્યાબેન અનુપમસિંહ ગેહલોતે મહિલા મિલન કલબ દ્વારા રાજકોટમાં બેનમૂન અને ગૌરવરૂપ લોટસ બેન્કવેટ હોલમાં યોજાયેલ અંતાક્ષરીના કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતું. સંધ્યાબેને મહિલા મિલન કલબ દ્વારા બહેનોના સર્વાંગી ઉત્થાન અને વિકાસ માટે યોજાતા વેરાયટી કાર્યક્રમો માટે શ્રીમતી રીટાબેન કોટક, રંજનબેન પોપટ અને ભાવનાબેન શીંગાળાને અભિનંદન આપ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને ફાયનાન્સર એડવાઈઝરી તરીકે રામભાઈ હરકિશોરભાઈ બચ્છા, અતિથિ વિશેષપદે સુરેશભાઈ મોરઝરીયા, હર્ષદભાઈ મોરઝરીયા અને સીનીયર પત્રકાર અને જાણીતા કોલમીસ્ટ જગદીશભાઈ ગણાત્રા ઉપસ્થિત રહેલ. ઉકત તમામે રીટાબેન ભુપેન્દ્રભાઈ કોટકને અભિનંદન આપ્યા હતા.

યુવા બહેનોથી લઈ પ્રૌઢ મહિલાઓ જે રીતે જૂના - નવા ગીતો પર ઝૂમી રહ્યા હતા તેનાથી પ્રભાવિત થઈ શ્રીમતી સંધ્યાબેન ગેહલોત તથા રામભાઈ બચ્છાએ પણ પ્રેક્ષકોની લાગણી ધ્યાને લઈ સુરીલા ગીતની સરગમ રજૂ કરેલ. કાર્યક્રમમાં મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, વીણાબેન પાંધી, ભુપેન્દ્ર કોટક, જી. આર. રાચ્છ, સુરેશભાઈ કાથરાણી, ચંદુભાઈ રાયચુરા, એમ. એલ. નથવાણી, વડોદરા સ્થિત જયાબેન ઠકરાર, જયોતિબેન ગણાત્રા, રીટાબેન કુંડલીયા, કૃપાબેન નથવાણી, પ્રીતિબેન પાંઉ અને નયનાબેન પાંધી વગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ શ્રીમતી રીટા ભુપેન્દ્ર કોટક ઉપપ્રમુખ રંજનબેન પોપટ, મંત્રી ડો. ભાવનાબેન શીંગાળા, લતાબેન રાયચુરા, જયોત્સનાબેન માણેક, રૂપાબેન ભીમજીયાણી, પ્રીતિબેન તન્ના, અનિતાબેન કેસરીયા, સ્વીટુબેન પોપટ, મંજુલાબેન તન્ના, પલ્લવીબેન પોપટ વગેરે જહેમત ઉઠાવેલ હતી.

(4:38 pm IST)