Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

રવિવારે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમુહલગ્ન

ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ૨૨ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશેઃ સમાજના અને રાજકીય આગેવાનો નવદંપતિઓને આશીર્વચન પાઠવશે

રાજકોટ,તા.૧૩: ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજકોટના ૩૨માં સમુહલગ્ન તા.૧૮ના રવિવારે ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં યોજાયેલ છે. જેમાં ૨૨ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. દાતાઓ, આગેવાનો શ્રેષ્ઠીઓ, સંસ્થાના, હોદેદારો તેમજ પેટાસંસ્થાના હોદેદારો તેમજ ટ્રસ્ટીઓનો સહયોગ મળેલ છે.

આ સમુહલગ્નમાં અધ્યક્ષ નીતિનભાઈ ઘતાલીયા, સહઅધ્યક્ષ વિનુભાઈ કોશિયા તેમજ ભોજનના દાતા નરેશભાઈ પ્રજાપતિ (અમદાવાદ) મહેમાન પોપટભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ, નરેશભાઈ પ્રજાપતિ (અમદાવાદ), ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.  આ સમુહ લગ્નને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ નરેશભાઈ પાટડીયા (મો.૯૯૨૫૧ ૫૨૫૦૬), હરગોવિંદભાઈ જાગાણી(મો.૯૮૨૪૮ ૧૩૪૧૨), જેન્તીભાઈ હળવદીયા (મો.૯૯૦૪૦ ૬૨૯૪૨), અલ્પેશભાઈ મૂલીયા, અમિતભાઈ પાટડીયા, મનસુખભાઈ રાજવાડીયા, દિનેશભાઈ જાંબુડિયા, વિજયભાઈ કોશિયા, સુખાભાઈ સાકરિયા, ભીખાભાઈ ચૌહાણ, ગાડુંભાઈ પાટડીયા, પરેશભાઈ મૂલીયા, ધર્મેશભાઈ પાટડીયા, પરેશભાઈ ખોખર, કેતનભાઈ બાવળિયા, રમેશભાઈ ગોરવાડિયા, શુંભુભાઈ ચોટલીયા તેમજ અન્ય સભ્યો તેમજ આગેવાનશ્રીઓમાં ઈશ્વરભાઈ ઘાટલીયા, નરેન્દ્રભાઈ મકવાણા, દલસુખભાઈ જાગાણી, અશોકભાઈ ગોરવાડિયા, અમરશીભાઈ ભલસોડ, ખીમજીભાઈ ભલસોડ, મનુભાઈ ગોહેલ, જેન્તીભાઈ ચૌહાણ, કાન્તીભાઈ મૂલીયા, હિતેષભાઈ હળવદીયા, સંજયભાઈ ધુલાકોટીયા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:10 pm IST)
  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી. access_time 11:50 pm IST

  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે access_time 12:36 pm IST