Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વર્ષ ર૦૧૮-૧૯નું રૂ. ર૧૬ કરોડનું બજેટ મંજુર કરવા સીન્ડીકેટને ભલામણ

રાજકોટ, તા., ૧૩: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનાન્સ કમીટીની બેઠકમાં યોજાયેલ મીટીંગમાં કેમ્પસમાં વિવિધ ફાઇનાન્સીયલ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

ફાઇનાન્સ કમીટીની બેઠકમાં નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના વાર્ષિક હિસાબો ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા. કુલ અંદાજીત રૂ. ર૧૬ કરોડનું બજેટ સુધારા-વધારા સાથે મંજુર કરવા સીન્ડીકેટને ભલામણ કરવામાં આવી હતી. જેમાં સરકારશ્રીની ગ્રાન્ટમાંથી રૂ. ૧૦૮ કરોડછે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ બજેટમાં જુદા જુદા ખર્ચ જેવા કે સ્ટુડન્ટ એકટીવીટી પેટે રૂ. ૭.૦૧ કરોડ, પગાર ખર્ચ પેટે રૂ. ૪પ.૦૦ કરોડ, પરીક્ષા ખર્ચ પેટે રૂ. ર૬ કરોડ, સેલ્ફ ફાઇનાન્સ ખર્ચ પેટે રૂ. પ.૩૬ કરોડ ફાળવવામાં આવેલ છે. તેમજ ડેવલોપમેન્ટ કાર્ય માટે રૂ. ૮૧.૧૪ કરોડ ફાળવવામાં આવેલ છે જેમાંથી રૂ. ૬૩ કરોડ રાજય તેમજ કેન્દ્ર સરકારશ્રીની જુદી જુદી એજન્સીઓ મારફત પ્રાપ્ત થનાર છે.

બજેટમાં વિવિધ વિદ્યાર્થીલક્ષી અને સમાજલક્ષી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં મુખ્યત્વે દરેક ભવનમાં એક રીસર્ચ સટુડન્ટને મેરીટોરીયસ રીસર્ચ ફેલોશીપ રૂ. ૧૦૦૦૦ પ્રતિ માસ લેખે આપવા માટે યોજના ઘડવામાં આવેલ છે. તે ઉપરાંત સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ અને સ્કીલ ડેવલોપમેન્ટ માટે રૂ. ૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ હતી. તે ઉપરાંત યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર યોજવા માટે વિચારણા કરવામાં આવી હતી તથા થેલેસેમીયા ડે નિમિતે તે દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવુ તેવો નિર્ણય કરવામાં આવેલ હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર ઇલેકટ્રોનીકસ ભવન માટે ૫ નંગ ૪-ચેનલ સ્ટોરેજ ઓસ્સીલોસ્કોપ ખરીદવા અંગે આજની ફાઇનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે લોએસ્ટ રકમ રૂ.૨,૨૯,૯૯૯ મંજૂર કરવામાં આવેલ હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના જુદા જુદા વિભાગો/ ભવનોની જરૂરીયાત અન્વયે સી.સી.ટી.વી. કેમેરા જુદી જુદી પ્રક્રિયાથી ખરીદવા અંગે કુલ ખર્ચ રૂ.૧૯,૦૫,૩૦૭/ અન્વયે આજની ફાઇનાન્સ સમિતીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાને અંતે ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો.

ફાઇનાન્સ કમિટીની સિન્ડિકેટ સભ્ય. ડો.નેહલભાઇ શુકલ, ડો.ભાવીનભાઇ કોઠારી, ડો.જી.સી.ભીમાણી, ડો. વિજયભાઇ પટેલ, ડો.ધરમભાઇ કાંબલીયા, કુલસચિવ શ્રી ડો.ધીરેન પંડ્યા તથા મુખ્ય હિસાબી અધિકારીશ્રી કે.એન.ખેર, કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર ડો.એન.વી.જોબનપુત્રા તેમજ ઓડીટર લીનાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

(4:09 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • છત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટે ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST

  • મહિસાગરમાં જિલ્લામાં અનેક ખેડૂતો સાથે ૧૫ કરોડની છેતરપીંડી કરનાર કંપનીના સીઈઓ અને એમડીની પોલીસે ધરપકડ કરી access_time 3:42 pm IST