Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મોઢ વણીક સમાજના સમુહલગ્ન : ૯ યુગલોના પ્રભુતામાં પગલા

રાજકોટ : તાજેતરમાં મોઢ વણીક યુવ ગ્રુપ દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે દશમાં સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. મોઢ વણિક વિદ્યાર્થી ભૂવન ખાતે આયોજીત આ સમારોહમાં ૯ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. નવદંપતિને ૧૫૦ થી વધુ વસ્તુઓ દાતાઓના સહયોગથી કરીયાવર સ્વરૂપે અપાઇ હતી. 'મોઢ મહોદય' ના પ્રમુખ અને અમદાવાદના જ્ઞાતિ અગ્રણી હર્ષદભાઇ શાહ, રાજકોટના જ્ઞાતિ અગ્રણી કિરીટભાઇ પટેલ, રમેશભાઇ જીવાણી, ગાંધીનગરથી દિપકભાઇ ગઢીયા વગેરેએ ઉપસ્થિત રહી આશીર્વચનો આપ્યા હતા. સમારોહના ઉદ્દઘાટક તરીકે મારવાડી પરિવારના મોભી શ્રીમતી મધુબેન મારવાડી ઉપસ્થિત રહેલ. મુખ્ય મહેમાન તરીકે નવીનભાઇ પટેલ, હસુભાઇ શાહ (લીંબડી), ચંદ્રકાન્તભાઇ પારેખ, મગનભાઇ દોશી, કનુભાઇ શાહ, જગદીશભાઇ ભાડલીયા (જસદણ), સુરેશભાઇ ગાંગડીયા (ઢસા), યોગેશભાઇ વડોદરીયા (વડોદરા), ભાવનગર જ્ઞાતિ અગ્રણી સુનીભાઇ પારેખ, જયદીપભાઇ વોરા (ગાંધીનગર), અરવિંદભાઇ શાહ, કિશોરભાઇ ગાંગડીયા, નરેશભાઇ શેઠ, નરેન્દ્રભાઇ શાહ (ઉના),  દિવ્યેશભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સાતેય સંસ્થા મોઢ વણીક સમાજ, મોઢ વણીક મહાજન, મોઢ વણીક મિત્ર મંડળ, માતંગી પાટોત્સવ સમિતિ, મોઢ વણીક સમાજ મહીલા મંડળ, મોઢ વણીક મહીલા સત્સંગ મંડળ, માતંગી પાટોત્સવ સમિતિ, મોઢ વણીક સમાજ મહિલા મંડળ, મોઢ વણીક મહીલા સત્સંગ મંડળ ઉપરાંત ધ્રોલ, જામનગર, મોરબી, જુનાગઢ, વેરાવળ, દીવ, કોડીનાર, ભાવનગર, સોનગઢ સહીતના શહેરોમાંથી જ્ઞાતિ અગ્રણીઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રારંભે સ્વાગત પ્રવચન મોઢ વણીક યુવા ગ્રુપના પ્રમુખ કિરેન છાપીયાએ કરેલ. જયારે આભારવિધિ મંત્રી કેતન પારેખે કરી હતી. સમગ્ર સંચાલન કેતન પારેખ અને ધરતી કલ્યાણીએ કરેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા કેતન પારેખ, કેતન મેસ્વાણી, ડો. કમલેશ પારેખ, જીજ્ઞેશ મેસ્વાણી, મુકેશ પારેખ, દેવેન્દ્ર મણીયાર, અજય પરીખ, ફાલ્ગુનીબેન કલ્યાણી, ડો. સંજય મહેતા, યોગેશ પારેખ, યતિન ધ્રાફાણી, નયન પરીખ, ઇલેષ પારેખ, જીજ્ઞેશ દોશી, ધર્મેશ મહેતા, સુનીલ બખાઇ, જયેન્દ્ર મહેતા, પાયલ દોશી, દેવાંગી બખાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:09 pm IST)
  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST

  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST

  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી. access_time 11:50 pm IST