Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મેરેથોનમાં રજીસ્ટ્રેશનનો કાલે છેલ્લો દિ': દોડવા પદાધિકારીઓની અપીલ

રાજકોટઃ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ અને આવકવેરા કચેરીના સંયુકત ઉપક્રમે તા.૧૮ ફેબ્રુઆરી રવિવારના રોજ ''રાજકોટ મેરેથોન યોજાનાર છે. જે અંતર્ગત  મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ આજરોજ રાજકોટ વાસીઓને અપીલ કરતા જળાવ્યુ હતુ કે, અમે દોડવાના છીએ, તમે પણ તમારી તંદુરસ્તી માટે અને શહેરના વિકાસ માટે દોડજો. વધુમાં તેઓએ અપીલ કરતા જણાવ્યુ હતુ કે, ૧૮ તારીખે કોઇ પણ રાજકોટ વાસી ઘેરસુતો ન રહે અને વહેલી સવારના ૫ વાગે રેસકોર્ષ મેદાન પર પહોંચી જાય. રાજકોટ મેરેથોન ૨૦૧૮ માટે અત્યાર સુધીમં ૬૦,૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયેલ છે. આવતી કાલે તા.૧૪ ફેબ્રુઆરી  ૧૮ના રોજ રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસેછે ત્યારે વધુને શહેરીજનોને મેરેથોનમાં જોડાવવા પદાધિકારીઓએ અપિલ કરી છે.

(4:10 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST