Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સારવાર કેમ્પનું દાંતના ડો. વૈભવભાઈ સવજીયાણીના હસ્તે ઉદ્દઘાટન

રાજકોટ : 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના ધ્યેયને વરેલી સેવા સંસ્થા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં હઠીલા તેમજ અસાધ્ય દર્દો માટે આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક સેવા સારવાર કેમ્પનું આયોજન થયેલ. જેનું ઉદ્દઘાટન શ્રી રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય તથા રણછોડદાસજી આશ્રમમાં વર્ષોથી દાંતના રોગોના સર્જન તરીકે સેવા આપતા ડો. વૈભવભાઈ સવજીયાણી (મો.૯૮૭૯૦ ૩૭૧૬૨) દ્વારા થયુ હતું. જેમાં પ્રમુખસ્થાને ગૌભકત અંકિત એસ્ટેટવાળા દિલીપભાઈ સોમૈયા તથા અતિથિ વિશેષ તરીકે વિવેકાનંદ સેવા સમિતિવાળા જે.ડી. ઉપાધ્યાય, વેલ્યુઅર દિલીપભાઈ ચંદારાણા, ભાગવતાચાર્ય પ્રવિણભાઈ ભટ્ટ, રીટાબેન મહેતા, વીએચપીના અગ્રણી હસુભાઈ ચંદારાણા, પૂર્વ સેલટેક્ષ કમિશ્નર જી. આર. રાચ્છ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી હરીશભાઈ રૂપારેલીયા રઘુવંશી પરીવારના પ્રતાપભાઈ કોટક, કરવેરાના સલાહકાર ધવલભાઈ ખખ્ખર, જલારામ ભકત સુરેશભાઈ કક્કડ, મહિલા અગ્રણી ઉર્મિલાબેન ઠક્કર, મહેન્દ્રભાઈ નથવાણી, દુર્લભજીભાઈ તન્ના વગેરે હાજર રહ્યા હતા. બાન લેબના સહયોગથી તથા ટ્રસ્ટ તરફથી તમામ ૭૨ જેટલા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ હતી.

ઉલ્લેખનીય છે કે દર મહિનાના પહેલા રવિવારે બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના ૯, રઘુવીરપરા ગરેડીયા કુવા પાસે આવેલ કાર્યાલય ખાતે બપોરે ૩ થી ૪:૩૦ દરમિયાન યોજાતા આયુર્વેદ કેમ્પની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઈ તન્ના, ટ્રસ્ટના મંત્રી કે. ડી. કારીઆ, જીતુભાઈ દામાણી, મનુભાઈ ટાંક, દિનકરભાઈ રાજદેવ, જગદીશભાઈ પંડિત, અરજણભાઈ પટેલ, પ્રવિણભાઈ ગેરીયા, મનીષભાઈ વસાણી, રાજુભાઈ બુદ્ધદેવ, દિનેશભાઈ આડેસરા, ધૈર્ય રાજદેવ, રત્નાબેન મહેશ્વરી, પારૂલબેન દાવડા, ચંદુભાઈ કક્કડ, જયેશભાઈ રાણપરા, રીનાબેન સોની વગેરેએ જહેમત ઉઠાવેલ.

(4:06 pm IST)