Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બ્રહ્મસમાજ દ્વારા ગુરૂવારે સન્માનોત્સવ

કશ્યપભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ હેમુ ગઢવી હોલમાં આયોજન : તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારાઓને સન્માનીત કરાશે : પારિતોષીકમાં દફતર અને લેપટોપ બેગ અપાશે

રાજકોટ, તા. ૧૩ : સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જર્નાદનભાઇ આચાર્ય, મહામંત્રી દિપકભાઇ પંડયા, સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા જયંત ઠાકર, મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષીની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દર વર્ષની જેમ બ્રાહ્મણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા અને રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ બ્રહ્મસમાજનું નામ રોશન કરેલ હોય તેઓને સન્માનીત કરવા બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ કશ્યપભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ તા. ૧પના ગુરૂવારે બપોરના ૩ કલાકે વિરાણી રોડ, હેમુ ગઢવી હોલ ખાતે પારિતોષીક વિતરણ તથા સત્કાર સમારંભનું આયોજન કરેલ છે.

આ સાથે બ્રહ્મસમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે. કાર્યક્રમના ધો. ૧ થી ૧રમાં ૧,ર,૩ તેમજ સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ તેમજ ડી.એચ.ઇ.એલ. અને વિશિષ્ઠ સન્માન કરવામાં આવશે તેમજ સમસ્ત બ્રહ્મસમાજ માનવસેવા ટ્રસ્ટ તરફથી ધો. ૧ થી ૧ર તેમજ કોલેજના તમામ વિજેતા વિદ્યાર્થીઓને ર૩પ સુંદર દફતર તેમજ ધોરણ અનુસાર લેપટોપ બેગ આપવામાં આવશે.

પારિતોષીક કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જનાર્દનભાઇ આચાર્ય,સમારંભના ઉદ્ઘાટક ગીજુભાઇ ભરાડ, પ્રેરણાદાયી ઉપસ્થિતમાં કશ્યપભાઇ શુકલ, રામભાઇ મોકરીયા (ચેરમેન, મારૂતી કુરીયર), મનીષભાઇ માદેકા (રોલેક્ષ બેરીંગ), સુરેશભાઇ નંદવાણી (ભવાની ઇન્ડસ્ટ્રીઝ) તેમજ સમારંભના અતિથિવિશેષ તરીકે જયમીન ઠાકર (કોર્પોરેટર), પ્રદીપ ત્રિવેદી (આર્કીટેકટ), યજ્ઞેશ જોષી (પ્રીન્સીપાલ-કુડલીયા કોલેજ), હેલીબેન ત્રિવેદી (મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ), દર્શીત જાની (મુરલીધર શૈક્ષણિક સંકુલ), પુષ્કરભાઇ રાવલ (તપોવન સ્કૂલ), સુદીપભાઇ મહેતા (શકિત હાયર સેકન્ડરી સ્કૂલ), પ્રફુલભાઇ જોષી (ચીભડીયા બ્રહ્મસમાજ), ભાવનાબેન જોષી (ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ), ડો. રાજેન્દ્ર ત્રિવેદી (ગુજરાતી ૪પ૦ બ્રહ્મસમાજ), શીરીષભાઇ ભટ્ટ (શ્રીગોળ માળવી બ્રહ્મસમાજ), ધીરૂભાઇ મહેતા (બ્રહ્મસંગમ) સહિતના સાથે બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કશ્યપભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ જનાર્દનભાઇ પંડયા, દીપક પંડયા, અનંતભાઇ ભટ્ટ, કમલેશભાઇ ત્રિવેદી, પ્રશાંતભાઇ જોષી, ડો. એન.ડી. શીલુ, જયેશભાઇ જાની, પ્રદીપભાઇ રાજયગુરૂ, નલીનભાઇ જોષી, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, મહીલા પાંખના કન્વીનરો નીલમબેન ભટ્ટ, મધુબેન ત્રિવેદી, માધવીબેન ઉપાધ્યાય, ભાવનાબેન જોષી, સુરભીબેન આચાર્ય, શોભનાબેન પંડયા સહિતના સાથે જહેમત ઉઠાવી રહ્યા છે. આમ જનાર્દનભાઇ આચાર્ય, દિપક પંડયા (૯૮રપર ૯૩૬પ૮) , જયંત ઠાકર, હરેશ જોષીની યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)
  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST