Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ભ્રષ્ટાચાર સામે મારા હાથના બે પંજા અડગ રહેશે : કૈલાશભાઈ નકુમ

વોર્ડ નં. ૪ની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો જબરદસ્ત પ્રસાર - પ્રચાર : લોકોનું મળી રહેલુ સમર્થન : કૈલાશભાઈ આ વોર્ડમાં ૧૦૮ બનીને સતત લોકો માટે દોડતા રહેશે, મત આપ્યાની અફસોસ થવા દેશે નહિં : મહેશ રાજપૂત

રાજકોટ : અહિંની વોર્ડ – ૪ની પેટાચૂટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવા માટે સક્ષમ છે. કૈલાશ નકુમ નિડર ુ, નિષ્ઠાવાન અને પ્રમાણિક છે. મહેશભાઈ રાજપૂતે કહ્યું હતું કે, આ વોર્ડના સ્થાનીક ઉમદવાર કૈલાશ નકુમ કોઈપણ પ્રકારના વાદવિવાદમાં નથી. રાજકીય નેતા નહિ પણ એક નિષ્ઠાવાન લોકસેવક તરીકેની સેવા આપે છે. આ વોર્ડની નવી દિશા તરફ લઇ જવામાં કોઈ પછી પાની નહિ કરે તેવો મને સંપૂણ વિશ્વાસ છે. વોર્ડ- ૪ના વિસ્તારની કયા પલત કરવા માટે કોંગ્રેસ કટિબદ્ઘ છે. લોકોને મળવા પાત્ર પ્રાથમિક સુવિધા આપવા માટે કોંગ્રેસનો પ્રથમ પ્રયાસ હશે. રોડ રસ્તા ગટર પાણી પ્રત્યે પુરતું ધ્યાન અપાશે. જે વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી ત્યાં ડામર રસ્તા કરવા માટે પછી પાની નહિ કરે.

દરમિયાન વોર્ડ – ૪ની પેટાચુંટણીના ઉમેદવારશ્રી કૈલાશભાઈ નકુમને લોકસંપર્કમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. તેઓએ જણાવેલ કે કોર્પોરેશનમાં ભાજપના કળા કરતુત ખુલ્લા કરીને જ જંપીશ, લોકસેવા પ્રજાલક્ષી કામ મારો મુખ્ય એજન્ડા હશે. કોર્પોરેશનમાં ભાજપનું શાશન છે. માટે કોંગ્રેસના કોર્પોરેટરને કામ કરવામાં થોડીક તકલીફ પડે છે પરંતુ હું પૂરી તાકાતથી લોકોને સાથે રાખી કાર્યકરોના સહકારથી અને આગેવાનોના માર્ગદર્શન થકી લોકોના કામ કરતો રહીશ.કોર્પોરેશનમાં ચાલતો મામકાવાદ બંધ કરાવી દઈશ. ભ્રષ્ટાચાર સામે મારા હાથના બે પંજા અડગ રહેશે અને ભ્રષ્ટાચારના મુળિયા ઉખેડી નાખશે.જયારે જનસભાને સંબોધતા દલિત સમાજના આગેવાન રમેશભાઈ ડેયાએ કહ્યું હતું કે, કોર્પોરેશનના ભાજપના શાશકો બેફામ ભ્રષ્ટાચાર આચરે છે. ગરીબોનું શોષણ કરે છે.ગરીબોને મળવા પાત્ર હક મળતા નથી અને ગરીબોને ત્રાસ આપવામાં કોઈ કચાસ છોડતી નથી ત્યારે આ ચૂટણીમાં ભાજપની વિરુદ્ઘ મતદાન કરવા હાકલ કરી હતી. સત્ત્।ાના જોરે આસમાનમાં ઉડતા શાશકોને જમીન પર પછાડવા જણાવ્યું હતું.

(4:04 pm IST)
  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST

  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • પત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST