Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સેલ્ફી ઓફ સોસાયટી : સૃષ્ટિ ભટ્ટ લિખિત પુસ્તકનું વિમોચન

રાજકોટ : સૃષ્ટિ ભટ્ટ લિખિત પુસ્તક સેલ્ફી ઓફ સોસાયટીનું વિમોચન ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ અને ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ બલરામ મીનાના હસ્તે કરવામાં આવ્યુ હતું. વિમોચન કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, સિવિલ હોસ્પિટલના એડીશ્નલ મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અંજનાબેન ત્રિવેદી, ઓજસભાઈ માંકડ તેમજ લેખિકા સૃષ્ટિ ભટ્ટના પિતા અનિરૂદ્ધભાઈ ભટ્ટ અને માતા ભાવનાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાંચન રસીકો સમક્ષ લેખિકા સૃષ્ટિ ભટ્ટે પુસ્તકની આછેરી ઝલક રજૂ કરી હતી. જેમાં હાલ વિશ્વ જે રીતે હરણફાળ ભરી રહ્યુ છે. તેમાં અનેક બાબતોમાં મહિલાઓ સીધી કે આડકતરી રીતે સામેલ હોવાનો અંગુલી નિર્દેશ કરીને નવા નૂતન વિશ્વમાં માનવજાત માટે નારીઓ આશાનું કિરણ લઈને આવી છે, નારીની પડેલી દૃઢ શકિત, ઈચ્છા શકિત માનવ જાતને ખરી દિશામાં સફળતાના શિખરો સુધી દોરી જાય એ રીતનું પ્રેરણાત્મક આલેખન કરાયુ છે. હાલનો માનવી પોતાના પરીવારનો માનસિક સેલ્ફી લઈને પરીાવરમાં પડેલી અખૂટ નારી શકિતને પીછાને અને સમગ્ર વિશ્વને ખરી દિશામાં દોરી જવા સક્ષમ બને એ રીતનું નિરૂપણ કરાયુ છે.

(4:03 pm IST)