Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

રાજકોટ ગુરૂકુળની નવી મુંબઇ શાખામાં વચનામૃતના પાઠ, પૂજન, યજ્ઞ, સત્સંગ

રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળ સંલગ્ન નવી મુંબઇ સ્વામીનારાયણ ગુરૂકુળમાં સંતોની હાજરીમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વે ભજન ભકિત પાઠ તેમજ પૂજનના આયોજન થઇ રહ્યા છે. નવી મુંબઇ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ વાશી ખાતે યોજાયેલ પ્રસંગે મુંબઇના જુદા જુદા વિસ્તારો દહીંસર, કાંદિવલી, બોરીવલી, પાર્લા, દાદર, ભુલેશ્વર, પનવેલ, ઐરોલી, સીબીડી, ખારખર, નેફલ, ઘણસોલી, થાણા વગેરેએથી મોટી સંખ્યામાં મહિલા તેમજ પુરૂષ ભાવિકો પધારેલા.

પ્રારંભમાં સુરત ગુરૂકુળના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી શ્રી નારાયણપ્રસાદ દાસજી, શ્રી પ્રભુસ્વામી, શ્રી ભકિતનમદાસજી તથા શ્રી કેશવપ્રિયદાસજી સ્વામીએ દીપ પ્રાગટય કરેલ. વાશી મંદિરમાં સેવારત શાસ્ત્રી શ્રી વિકરતજીવમદાસજી સ્વામીએ વચનામૃત ઉપર કથામૃતનું રસપાન કરાવેલ. ઉપસ્થિત ભાવિકોએ સમુહમાં વચનામૃતનું વાંચન સાથે સંતોએ વચનામૃત તથા ઠાકોરજીનું તુલસીદલથી પૂજન અને વચનામૃત સાંકળીના ગાન સાથે યજ્ઞનારાયણને આહૂતિઓ શ્રી કૃષ્ણવલ્લભદાસજી સ્વામી, શ્રી કૃષ્ણવંદન સ્વામી શ્રી મુકુંદ સ્વામી તથા પુજારી શ્રી મુકતજીવનદાસજી સ્વામીએ અર્પેલ.

વચનામૃત ગ્રંજરાજનું ૧૦૮ મંત્રોથી પૂજન તથા વચનામૃતથી આહૂતીનું ગણ પાર્ષદ વર્યશ્રી અંબરીષ ભગતે કરાવેલ. પચ્ચી વર્ષ પહેલા રાજકોટ ગુરૂકુળ દ્વારા વાશીમાં પ્રથમ સત્સંગ અર્થે આવેલા ભાવિકોને વર્ષો સુધી સત્સંગ વગેરેનો લાભ આપેલ એવા પૂ. શ્રી નારાયણપ્રસાદદાસજી સ્વામી યુ. કે. લંડન સત્સંગ વિચરબ અર્થે જઇ રહેલાને શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ હાર પહેરાવી વધા વતી વિદાયમાન આપેલ.

ઉત્સવના યજમાનો શ્રી અવસરભાઇ વૈદ, કાનજીભાઇ દૂબરીયા, રામજીભાઇ વાધીયા, રમેશભાઇ ચૌધરી તેમજ ઘણસોલી પ્રેમવતી મહિલા મંદિરે શાકોત્સ્વના યજમાન શ્રી કાનજીભાઇ બંગારી, શ્રી રમેશભાઇ લાખાણી -ડોંબીવલી વાળાને તેમજ શ્રી મનજીભાઇ ગજોરા, દીપકભાઇ આરેઠીયા, -શ્રીકાર ગ્રુપ, સુરેન્દ્ર શેઠ, શ્રી ડી. કે. શાહ, શ્રી રાજાભાઇ, શ્રી ચેતન શેઠ, શ્રી ભુપેન્દ્રભાઇ  મહેતા, વગેરે અગ્રગણ્ય ભકતોને સંતોએ હાર પહેરવી શુભાશીર્શદ પાઠવેલ હતાં. તેમ શ્રી પ્રભુસ્વામી જણાવે છે.

(4:02 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ સાથે બરફના કરા વરસ્યા : વીજળી ત્રાટકતા ૪ના મોત, ૭ ઘાયલ : ભોપાલ - ગ્વાલિયર - નરસિંહપુર, ડબરાભીંડ અને ઓચ્છામાં વરસાદઃ ભારે વરસાદ સાથે બરફના કરાનો વરસાદઃ ખેડૂતો ભારે ચિંતામાં access_time 12:36 pm IST