Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પ્રેમ હૈ દ્વાર પ્રભુકા...ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે વેલેન્ટાઇન ધ્યાનોત્સવ

રાજકોટ : આવતીકાલે તા. ૧૪ ને બુધવારે વેલેન્ટાઇન દિવસ નિમિતે, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાંજે ૬-૩૦ થી ૮.૩૦ દરમ્યાન ઓશોના પ્રેમ પરના કિર્તન જેવા કે પ્રેમ કા માર્ગ જીના જીના, અકથ કહાની પ્રેમ કી, ત્થા પ્રેમ હૈ દ્વાર પ્રભુકા ના ઓશો ના પ્રવચનો સંધ્યા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું

પ્રેમ સર્વાવિક મહત્વપૂર્ણ ઘટના છે. પરંતુ પ્રેમ કોઇ ઘટના નથી. પ્રેમ જ જીવન છે જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું. જેણે પ્રેમ નથી જાણ્યો તેણે ફકત મરવુ જાણ્યું છે. પ્રેમ જીવનનું બીજુ નામ છે અને જે દિવસે તમારી  ભીતર પરમાત્મા નાચવા લાગે છે.

ઉપરોકત વેલેન્ટાઇન દિવસના ઉત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસી - પ્રેમીઓને સ્વામી સત્ય પ્રકાશ તથા અશોકભાઇ રાવલે અનુરોધ કરેલ છે.

સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ

વિશેષ માહિતી : સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, અશોકભાઇ રાવલ (મોરબી) ૮૪૬૯૭ ૬૦૯૪૭

(3:47 pm IST)
  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST

  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST