Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કડવા પાટીદાર નિકુંજભાઇ આંકોલાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક નંદવિલા એપાર્ટમેન્ટમાં બનાવ : ઇલેકટ્રીક કામ કરતી વખતે પડી ગયા બાદ માનસિક તકલીફથી પીડાતાં હતાં: કંટાળીને પગલું ભર્યુઃ એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૩: સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલા નંદ વિલા એપાર્ટમેન્ટમાં પહેલા માળે બ્લોક નં. ૧૦૪માં રહેતાં નિકુંજભાઇ જમનાદાસ આંકોલા (ઉ.૪૮) નામના કડવા પાટીદાર આધેડે ઘરના માળીયાના હુકમાં મોટો રૂમાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

 

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી મયુરભાઇએ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ યુનિવર્સિટી પોલીસને વાકેફ કરતાં એએસઆઇ ભાવનાબેન એલ. સંતોકી સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિકુંજભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી છે. પત્નિનું નામ રીટાબેન છે. ગઇકાલે દિકરી બપોરની શિફટમાં શાળાએ ભણવા ગઇ હતી અને પત્નિ ઉપલેટાના ભીમોરા ગામે કાકીના સગાનું અવસાન થયું હોઇ ત્યાં ખરખરે જતાં નિકુંજભાઇ ઘરે એકલા હતાં.

પત્નિ-પુત્રી સાંજે ઘરે આવ્યા ત્યારે દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં પડોશીઓએ ભેગા થઇ પાછળની બારીની ગ્રીલ તોડી અંદર જઇ જોતાં નિકુંજભાઇ લટકતાં જોવા મળ્યા હતાં. પરિવારજનોએ કહ્યું હતું કે આઠેક માસ પહેલા ઇલેકટ્રીક કામ કરતી વખતે પડી જતાં મગજમાં ઇજા થતાં ત્યારથી માનસિક તકલીફ થઇ ગઇ હતી. તેનાથી કંટાળીને આ પગલું ભર્યુ હતું. (૧૪.૮)

(12:51 pm IST)