Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મણિદ્વીપથી જગદંબાના ડે.કલેકટર પ્રજ્ઞેશ જાનીને ત્યાં પરોણાઃ શાનદાર નવલખો માંડવો

રાજકોટઃ શહેર સીટી પ્રાંત-ર અને ડે.કલેકટર શ્રી પ્રજ્ઞેશ રશ્મીકાંત જાની (મો. ૯૯૦૪૭ ૧૧૦૦૦) અને શ્રીમતિ આરતીબેન જાનીના મોમ્બાસા પાર્ક-૧ ખાતેના શુભનિવાસ સ્થાને રવિવારે રાજરાજેશ્વરી માં જગદંબાના નવલખા માંડવા અને ભગવતી રાંદલ માતાજીના લોટાનું શુભ આયોજન યોજાયું હતું, સવારે થાંભલી રોપણ, માતાજીની નગરયાત્રા, સાંજે મહા આરતી, દિવ્ય મહાપ્રસાદ તથા રાત્રે ૬૪ જોગણીઓ વચ્ચે રાસ-ગરબાની રંગતે માહોલ ભકિતમય બની ગયું હતું. એટલુ બેનમૂન આયોજન હતું. કે મણિદ્વીપથી સાક્ષાત માં જગદંબા ૬૪ જોગણીઓ સાથે પ્રજ્ઞેશ જાની અને પરિવારને આશીર્વાદ દેવા પધારી હોય તેવુ દિવ્ય-પવત્રિ વાતાવરણ સજાર્યું હતું., અને જયારે મહાઆરતી યોજાઇ ત્યારે સ્વર્ગમાંથી પણ દુદંુભીઓનો નાદ ગુંજી ઉઠયો હોય તેમ મીઠો કલરવ અને તેની સુંગંધ પ્રસરી ગઇ હતી, આ શુભ પ્રસંગે શહેરના અગ્રણી નાગરીકો-શ્રેષ્ઠીઓ-મહેમાનો-સગાસબંધીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  તસ્વીરોમાં પ્રથમ તસ્વીરમાં માતાજી જગદંબાની દિવ્ય મુર્તિના દર્શનનો લાભ લેતા ''અકિલા'' સાંધ્ય દૈનિકના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા-શ્રીમતી વીણાબેન ગણાત્રા, બાજુમાંં ડે.કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની અને તેમના સસરા પ્રેસ એન્ટરપ્રાઇઝવાળા શ્રી રાહુલભાઇ જોષી નજરે પડે છે.  બીજી તસ્વીરમાંં જગદંબાની દિવ્યમૂર્તિ, ત્રીજી તસ્વીરમાં ૬૪ જોગણીઓ સાથે ડે.કલેકટર પ્રજ્ઞેશ જાની અને શ્રીમતી આરતીબેન જાની, નીચેની તસ્વીરમાં રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, બાજુની તસ્વીરમાં શ્રી રાહુલભાઇ જોષી સાથે રાજકોેટ બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી જર્નાદનભાઇ રાવલ તથા અન્યો, અને છેલ્લી તસ્વીરમાં માતાજીની મહાઆરતીનો લાભ લેતા ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર શ્રી દર્શિતાબેન શાહ, મારૂતી કુરીયરવાળા શ્રીરામભાઇ મોકરીયા તથા અન્ય અગ્રણીઓ નજરે પડે છે.

(11:45 am IST)
  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST

  • રીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST