Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

રિક્ષામાંથી ઉતરીને હવસખોર હત્યારો ખંઢેરમાં ઘુસ્યો ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા

સીસીટીવી ફૂટેજને કેન્દ્રમાં રાખી નરપિશાચને ઝડપી લેવા મક્કમ ચાલથી આગળ ધપતી પોલીસ : શકમંદોની રાતભર પુછપરછઃ ભોગ બનનાર બાળકીની અંતિમવિધી માટે વતન ગયેલા માતા-પિતા સ્વસ્થ થયે સીસીટીવી ફૂટેજમાં દર્શાતો ક્રુર હત્યારો કોઇ આસપાસનો કે જાણીતો નથી ને? તે અંગે મેળવશે માહિતી

રાજકોટ તા. ૧૩: ચુનારાવાડના વોંકળા પાસેથી શુક્રવારે બપોરે ૩ વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોર નરપિશાચે આ ફૂલડા જેવી બાળાને ગંજીવાડા પાસે પીટીસીના પટના ખંઢેરમાં લઇ જઇ તેનો દેહ પીંખી નાંખી બાદમાં માથામાં પથ્થર ફટકારી ક્રુર હત્યા નિપજાવ્યાની ઘટનામાં પોલીસ સીસીટીવી ફૂટેજને કેન્દ્રમાં રાખી આ હત્યારાને દબોચી લેવા મક્કમ ચાલે આગળ વધી રહી છે. આ હવસખોર ગંજીવાડા નાકા પાસે રિક્ષામાંથી ઉતર્યા બાદ છેક ખંઢેરમાં બાળાને લઇને ઘુસ્યો ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે. ભોગ બનેલી બાળકીની અંતિમવિધી કરવા તેના માતા-પિતા વતન ગયા હોઇ તે પરત આવ્યા બાદ તેને સીસીટીવી ફૂટેજ બતાવી હવસખોર હત્યારો તેની આસપાસનો કે જાણીતો શખ્સ તો નથી ને? તેની તપાસ થશે. પોલીસે અસંખ્ય શકમંદોને ઉઠાવી લીધા છે. જેમાંથી ભેદ ઉકેલાવાની આશા છે.

મુળ મધ્ય પ્રદેશના આદિવાસી દંપતિની ૩ વર્ષની દિકરી દિવ્યાનું શુક્રવારે પોણા બારથી બાર વચ્ચે ચુનારાવાડના વોંકળા પાસે આર.એમ.સી.ના નવા બનતા બિલ્ડીંગની સાઇટ પાસેથી અપહરણ થયું હતું. જેની રવિવારે પીટીસી પટના ખંઢેરમાંથી નગ્ન લાશ મળી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ બાળકી સાથે નરપિશાચે હવસ સંતોષી બાદમાં તેની હત્યા કર્યાનું ફલીત થયું હતું. ખળભળાટ મચાવતી આ ઘટનાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટની સીધી દેખરખ હેઠળ આઠથી વધુ ટુકડીઓ કામે લાગી હતી. પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. જેમાં બાળકીને ખોળામાં બેસાડી હવસખોર રિક્ષામાં લઇ જતો દેખાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આ રિક્ષાચાલકને શોધી કાઢ્યો હતો. પણ તેણે પોતે ચુનારાવાડ ચોકથી આજીડેમ ચોકડી તરફ જતો હોઇ વચ્ચેથી એક શખ્સ બાળકી સાથે દસ રૂપિયાના ભાડેથી બેઠો હોવાનું અને ગંજીવાડાના નાકે ઉતરી ગયાનું કહ્યું હતું. પોલીસે બીજા ફુટેજ ચેક કરતાં હવસખોર હત્યારાનો ચહેરો સામે આવ્યો હતો. અનેક ફૂટેજ પોલીસને તપાસમાં મદદરૂપ થયા છે. જેના આધારે અસંખ્ય શકમંદોને ઉઠાવી લેવાયા છે. તેની વિશીષ્ટ ઢબે પુછતાછ થઇ રહી છે. બીજી તરફ બાળકીના મૃતદેહને લઇ અંતિમવિધી માટે વતન ગયેલા દંપતિને બોલાવી તેમને ફૂટેજ બતાવાશે અને તેના આધારે શકમંદને અલગ તારવી ભેદ ઉકેલવા પ્રયાસ થશે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજને કેન્દ્રમાં રાખી મક્કમ ચાલથી ભેદ ઉકેલવા તરફ આગળ વધી રહી છે.

બાળકી રમતી હતી તેની સામે એક શખ્સ કલાક સુધી બેસી રહ્યો હતો

ભોગ બનનારના પિતાએ કહ્યું હતું કે તેની દિકરી રેતીના ઢગલા પાસે રમતી હતી ત્યારે એક શખ્સ એકાદ કલાક સુધી સામેની સાઇડ બેસી રહેલો અને અવાર-નવાર તેની દિકરી સામે જોતો નજરે પડ્યો હતો. દિકરી ગાયબ થઇ ત્યારે એ શખ્સ પણ ગાયબ હતો. પોલીસ આ શકમંદને પણ શોધી રહી છે. ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની પોલીસ આશા સેવી રહી છે. ક્રાઇમ બ્રાંચ, એસઓજી, થોરાળા પોલીસ તથા અન્ય પોલીસ મથકોની ડી-સ્ટાફની ટીમો ભેદ ઉકેલવા કામે લાગીછે.

રાજ્ય બહાર પણ પોલીસની એક ટૂકડી રવાના

. તપાસના ભાગ રૂપે પોલીસની એક ટૂકડી ગુજરાતની સરહદના એક ગામ તરફ પણ તપાસ કરવા માટે રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.

(4:14 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST