Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ભાજપ અનુ. જાતી મોરચાની બેઠક

આગામી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાની એક બેઠક ભાજપા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી. તેઓ દ્વારા આ બેઠકમાં આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી અને અન્ય મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા મળેલ સુચના અનુસાર મંડલ બેઠકો પુર્ણ કરવા, વોર્ડના ઇન્ચાર્જો નકકી કરવા, શકિત કેન્દ્ર દીઠ ઇન્ચાર્જ નકકી કરવા, સોશ્યલ મીડીયાની ટીમો નકકી કરવા, કી-વોટર્સની યાદી તૈયાર કરવા, ખાટલા બેઠકો કરવા, મહિલા તથા યુવક મંડળોનો સંપર્ક કરવા, શ્રી રામ જન્ભુમિ નિધિમાં રકમ જમા કરાવવા વિગેરે મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સર્વેશ્રી રાજુભાઇ અઘેરા, ડી. બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારધી, પ્રવીણભાઇ ચૌહાણ, ભરતભાઇ પરમાર, અજયભાઇ વાઘેલા, જયંતીભાઇ ધાધલ, ઇશ્વરીયા જીતીયા, પરસોતમભાઇ રાઠોડ, વજુભાઇ લુણાસીયા, જીગ્નેશ રત્નોતર, મોહનભાઇ ગોહેલ, શામજીભાઇ ચાવડા, અનીલ મકવાણા, જયશ્રીબેન પરમાર, વીજયાબેન સોલંકી, સવજીભાઇ વધેરા, હરેશભાઇ પરમાર, રવીભાઇ ગોહીલ, હીતેશભાઇ સોલંકી, નીખીલ રાઠોડ, રણજીત સાગઠીયા, મુકેશ પરમાર, એન. જી. પરમાર, મનુભાઇ મકવાણા, અનીલ સરવૈયા, અનીલ શ્રીમાળી, દીનેશ બારોટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રવચન ડી. બી. ખીમસુરીયા, સમગ્ર બેઠકનું સંચાલન મહેશ રાઠોડ અને કાર્યક્રમના અંતે આભારદર્શન નાનજીભાઇ પારધીએ કર્યું હતું.

(4:08 pm IST)