Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પ્રદેશ ભાજપના માળખામાં રાજકોટમાંથી એક માત્ર બોઘરાએ 'ભરત' ભર્યુઃ યમલ વ્યાસ દસકા બાદ ફરી મુખ્ય પ્રવાહમાં

નિવૃત કલેકટર એમ.એસ. પટેલની ભાજપમાં ધ્યાનાકર્ષક એન્ટ્રીઃ મીડિયાનો હવાલો યજ્ઞેશ દવેને

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે ગઈકાલે બીજા તબક્કે કેટલાક પ્રદેશ કક્ષાના હોદેદારોની નિમણૂક કરી જેમાં જસદણના શ્રી ભરત બોઘરાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેઓ સરકારની જળસંચય યોજનાના ચેરમેન છે. પૂર્વ ધારાસભ્ય છે. નવા પ્રદેશ માળખામાં રાજકોટ શહેર-જિલ્લામાંથી એક માત્ર હોદેદાર છે.

આઈ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી મહેન્દ્ર પટેલને ઉપપ્રમુખ તથા જયશ્રીબેન દેસાઈને મંત્રી પદ અપાયુ છે. પ્રદેશના મુખ્ય પ્રવકતા તરીકે અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ સરકારમાં ત્રીજા નાણા પંચના પૂર્ણકાલીન સભ્ય અને પાર્ટીમાં મીડિયા સેલના પ્રદેશ સંયોજક પદે રહી ચૂકયા છે. ૨૦૧૦માં મીડિયા સેલની જવાબદારી સંભાળતા હતા. એક દસકા બાદ પાર્ટીના મુખ્ય પ્રવાહમાં આવ્યા છે. રાજકીય સહિતના વિવિધ વિષયોમાં તેઓ નિપૂણ અને હાજરજવાબી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વર્ષમાં પાર્ટીએ તેમને ચાવીરૂપ સ્થાન આપ્યુ છે.

અમદાવાદના યજ્ઞેશ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી અને કિશોર મકવાણાને સહપ્રભારી બનાવાયા છે. આઈ.ટી. સેલનો હવાલો નિખિલ પટેલને સોંપાયો છે. સિદ્ધાર્થ પટેલ અને મનન દાણી સોશ્યલ મીડિયા સેલ સંભાળશે.

(1:11 pm IST)