Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

લક્ષ્ય સ્કુલના આંગણે રવિવારે શેરી રમતોત્સવ

નવરંગ નેચર કલબના સહયોગથી આયોજન : કોથળા દોડ, લંગડી, ત્રિપગી દોડ સહીતની રમતો રમાડાશે

રાજકોટ તા. ૧૩ : શેરી રમતો વિસરાતી જાય છે. ત્યારે તેને ફરી જીવંત કરવાના પ્રયાસ રૂપે નવરંગ નેચર કલબ અને લક્ષ્ય સ્કુલના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧૯ શેરી રમતનો ઉત્સવ ગોઠવવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે બાળકો અને યુવા વર્ગ શેરી રમતોને ફરી સમજતા થાય તે હેતુથી અવાર નવાર શેરી રકતના આયોજનો કરવામાં આવે છે. તેના ભાગરૂપે તા. ૧૯ ના રવિવારે સવારે ૮.૩૦ વાગ્યાથી લક્ષ્ય સ્કુલ, રિધ્ધી સિધ્ધી પાર્ક-૧, બાપા સીતારામ ચોક, મવડી ખાતે આયોજન કરાયુ છે.

ઉ.વ.૭ થી ૧૦ અને ૧૧ થી ૧૪ એમ બે ગ્રુપમાં વિવિધ રમતો રમાડવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન માટે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ દરમિયાન મો.૯૧૦૬૪ ૯૩૮૯૫, ૭૯૯૦૦ ૧૧૩૪૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

કોથળા દોડ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, લંગડી, ટાયર (પૈડુ ફેરવવું) સહીતની રમતો રમાડવામાં આવશે. નિયમોને આધીન રમતો રમવાનો રહેશે.

ખાસ કરીને મોબાઇલ યુગની લતથી યુવાધનને છોડાવી રમત ગમતના માર્ગે વાળવાના આશયથી આ આયોજન કરાયુ છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા નવરંગ નેચર કલબના વી. ડી. બાલા તેમજ હર્ષદભાઇ ગરચર, મિતુલભાઇ ગજેરા, રાયધનભાઇ ગરચર, અર્જુનભાઇ ડાંગર, ઉર્વેશભાઇ પટેલ, વિશાલભાઇ નેનુજી, નરેશભાઇ નકુમ, અર્જુનભાઇ આંબલીયા, નિરાલીબેન ગરચર, રીધ્ધીબેન કુંભરવાડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:25 pm IST)