Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

દારૂ પી વાહન ચલાવતા બે, છરી સાથે બે શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૩: શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં દારૂ પી વાહન હંકારતા બે તથા છરી સાથે બે તેમજ દેશી દારૂ સાથે એક શખ્સને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. વિક્રમભાઇ સહિતે સોરઠીયાવાડી સર્કલ પાસેથી દારૂ પી જીજે-૧ કેજી-૧૭૯૮ નંબરની એસેન્ટ કાર લઇને નિકળેલા જયવીરસિંહ ભીખુભા પરમાર (ઉ.વ. ર૯) (રહે. શ્યામ પાર્ક શેરી નં. ૩ રણુજા મંબ્દિર પાછળ) ને તથા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. રમેશભાઇ સહિતે વાવડી પાણીના ટાંકા પાસેથી જીજે-૩ એચએમ-૧૪૩ નંબરનું બાઇક લઇને નીકળેલા કેવીન મોહનભાઇ મેઘપરા (ઉ.વ. રર) (રહે. કોઠારિયા સોલવન્ટ) ને પકડી લીધો હતો.

જયારે ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફૂટ રોડ નાણાવટી ચોક પાસેથી છરી સાથે ઇમરાન ઉર્ફે મુકેશ યુસુફભાઇ ઉર્ફે સલીમભાઇ કસાઇ (ઉ.વ. ર૬) (રહે. એકતા સોસાયટી જામનગર રોડ હાલ નવાગામ) ને અને તાલુકા પોલીસે ધરમનગર મેઇન રોડ પટેલનગર પાસેથી જય વસંતભાઇ કંટારીયા (ઉ.વ. ર૧) (રહે. પટેલનગર મેઇન રોડ વેલદીપ સોસાયટી-૧) ને છરી સાથે પકડી લીધો હતો. જયારે ભકિતનગર પોલીસે ભકિતનગર સર્કલ પાસેથી હદપાર કરાયેલા જયદીપ ઉર્ફે જયલો વિજયભાઇ દેવડા (ઉ.વ. રપ) (રહે. ગોપાલનગર શેરી નં. ૯)ને પકડી લીધો હતો. તથા માલવીયાનગર પોલીસે આંબેડકરનગર શેરી નં. ૩ માંથી રૂ. ર૮૦ના દેશી દારૂ સાથે પ્રકાશ સુરેશભાઇ રાઠોડ (ઉ.વ. ર૯) (રહે. આંબેડકરનગર શેરી નં. ૩) ને પકડી લીધો હતો.

(3:56 pm IST)