Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ધ્રોલ પંથકની સગીરાના દુષ્કર્મના કેસમાં આરોપીની જમીન અરજી રદ

રાજકોટ તા ૧૩  : તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચાવાના ગુન્હામાં આોરીપીના જામીન ના મંજુર કરતો જામનગર  કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની હકીકત એવી છે કે, ધ્રોલ તાલુકાના એક ગામના રહીશની સગીર વયની પુત્રીનું બદકામ કરવાના ઇરાદે કોૈટુંબીક કાકાએ અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની ફરીયાદ ધ્રોલ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ હતી. જેમાં આરોપી તરીકે સંજય થોભણભાઇ ભુંડીયાની પોલીસે ધરપકડ કરેલ હતી.

થોડા સમય પહેલા ધ્રોલ તાલુકાના સંજય થોભણભાઇ ભુંડીયાએ પોતાનાજ કુટુંબની સગીર વયની ભત્રીજીને લલચાવી, ફોસલાવીને અપહરણ કરી ગયેલ અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારેલ હતું.

આ અંગેની સુનાવણપપી જામનગર પોકસો અદાલતમાં ચાલી જતા ભોગ બનનાર તરફે દલીલો દ્વારા એવી દલીલો કરાઇ કે, હાલના આરોપીએ ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે અને જો આરોપીને આવી રીતે છોડી મુકવામાં આવે તો સમાજમાં આનો ખોટો સંદેશો અને બાળકીઓ ઉપર દુષ્કર્મના બનાવો વધી જાય, તેમજ નામ. વડી અદાલતોના જુદા જુદા ચુકાદાઓ રજુ કરેલ હતા. જેથી જામનગરની નામ. પોકસો અદાલતે સંજય થોભપભાઇ ભુંડીયાની રેગ્યુલર જામીન ઉપર મુકત થવા માટેની જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામે મુળ ફરીયાદી તથા ભોગ બનનાર વતી એડવોકેટ જાહીદ એન. હિંગોરા અને રાહુલ બી. સોરીયા રોકાયેલ હતા.

(3:41 pm IST)