Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

૩૧મા રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણીઃ ૧૫૦૦ લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા

એસીપી ટ્રાફિક એસ.ડી. પટેલ, નિવૃત આરટીઓ શાહ સહિતે એમ. પરિવહન, ડીજી લોકર તથા નવા લાયસન્સ બાબતે માહિતી આપી

રાજકોટઃ ૩૧મા રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત પિરામીડ પાર્ટી પ્લોટ કાલાવડ રોડ ખાતે ન્યુ રાજકોટ કાર રિપેરીંગ એસોસિએશન તથા રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં એસીપી ટ્રાફિક એસ. ડી. પટેલ તથા કાર રિપેરીંગ એસોસિએશનનના પ્રમુખ-સભ્યો, ટ્રાફિક શાખાના અધિકારીઓ, સ્ટાફ તેમજ શહેર પોલીસના અન્ય અધિકારીઓ, નિવૃત આરટીઓ જે. વી. શાહ સહિત ૧૫૦૦ લોકોએ સપરિવાર હાજર રહી ભાગ લીધો હતો. એસીપી એસ. ડી. પટેલે નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા શપથ લેવડાવ્યા હતાં. નિવૃત આરટીઓ શ્રી શાહએ એમ. પરિવહન અને ડીજી લોકર એપ્લિકેશન તથા નવા લાયસન્સ વિશે લોકોને માહિતગાર કર્યા હતાં.

(1:09 pm IST)