Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

રાજકોટ એસઓજીની જબરજસ્ત કામગીરી :કોકેઈન સહિતના ડ્રગ્સ સાથે ત્રણ શખ્શોને ઝડપ્યા :5,52 લાખનો મુદામાલ કબ્જે

જુના કુવાડવાના પુલની સામેની બાજુએ લાલપરી તરફના છેડા પાસેથી ઝડપી લેવાયા

રાજકોટ :રાજકોટ એસઓજી ટીમે કોકેન સહિતના પ્રતિબંધિત ડ્રગસ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇને મોટી સફળતા હાંસલ કરી છે બાતમીના આધારે રાજકોટ એસઓજીએ ટીમે જુના કુવાડવા પાસેના પુલની સામેની બાજુએ લાલપરીના છેડા પાસેથી માદક પ્રદાર્થ કોકેન અને એમફ્રેટેમાઇન સહિતના જથ્થા સાથે મિલન ખખ્ખર,વિક્રમસિંહ જાડેજા,અને પાવન મકવાણાને ઝડપી લીધા છે

 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જોઈન્ટ પોલીસ કમિશનર એસ,એમ,ખત્રી,નાયબ પોલીસ કમિશનર ઝોન-1 રવિ સૈની,નાયબ પોલીસ કમિશનર ઝોન-2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ )જયદીપસિંહ સરવૈયાની રાહબરી હેઠળ એસઓજી પોલીસ ઇન્સ,એસ,એન,ગડુ ,ઓ,પી,સીસોદીયા,પો.સબ,ઇન્સ,પો.હેડ,કો,આર ,કે,જાડેજા અને માનરૂપગીરી તથા મોહિતસિંહ જાડેજા પો.કોન્સ,ચેતનસિંહ ગોહિલ,ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રસિંહ ગઢવી,નિર્મલસિંહ ઝાલા,કૃષ્ણદેવસિંહ ઝાલા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા એસઓજી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા

 આ દરમિયાન પો.હેડ,કોન્સ,આર,કે,જાડેજા,મનરૂપગીરી અને પો.કોન્સ,ક્રિપાલસિંહ ચુડાસમાને મળેલ બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઇવે જુના કુવાડવા રોડ પો.સ્ટે,ની સામે આવેલ પીલની સામેની બાજુના લાલપરી તરફના હહડા પાસેથી મિલન સંજયકુમાર ખખ્ખર (ઉ,વ,22,ધંધો મજૂરી રહે,મહાવીર પાર્ક એલ-7 નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે ) ,વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજા ( ઉ,વ,22 ધંધો મજૂરી રહે,નહેરુનગર શેરી ન,-5 માલધારી ચોક શ્રીકૃષ્ણ કુંજ ')અને પાવન નટુભાઈ મકવાણા (ઉ,વ,21 ધંધો મજૂરી રહે,ન્યુ રાજદીપ સોસાયટી શેરી,ન,-1,40 ફૂટ રોડ મવડી રાજકોટ )ના કબ્જામાંથી માદક પ્રદાર્થ કોકેન 38540  ગ્રામ અને  એમફ્રેટેમાઇન16759 ગ્રામ જેની 10 ગ્રામની આંતર રાષ્ટ્રી કિંમત એક લાખ ગણી કુલ 5,52,900નો મુદામાલ અને 225 રોકડા પકડી પાડયા હતા

  આ કામગીરીમાં પો,.સ.ઈ.એચ.એમ,રાણા,પો.હેડ,કોન્સ,વિજયભાઈ શુક્લ,ધર્મેન્દ્રસિંહ રાણા,રાજેશભાઈ ગીડા કૃષ્ણસિંહ જાડેજા,પો.કોન્સ,બ્રિજરાજસિંહ ઝાલા,યુવરાજસિંહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ પરમાર,રણછોડભાઈ આલ,ગિરિરાજસિંહ જાડેજા,ગિરિરાજસિંહ ઝાલા,જેન્તીગીરી ગોસ્વામી,જીતુભા ઝાલા,વિજુભા ઝાલા,ફિરોઝભાઈ રાઠોડ,મેહુલભાઈ માધવી,હિતેષભાઇ પરમાર,હરદેવસિંહ વાળા,અને વિજયસિંહ જાડેજા જોડાયા હતા

(10:23 pm IST)