Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

શનીવારી બજારમાં દારૂ પી વાહન હંકારતા પાંચ શખ્સોની અને કુવાડવા રોડ પર દારૂ પી ટ્રક હંકારતા એકની ધરપકડ

રાજકોટઃ દારૂ પી શનીવારી બજારમાં વાહન હંકારીને નીકળેલા પાંચ શખ્સોને તાલુકા પોલીસે પકડયા હતાં. જ્યારે એક શખ્સને દારૂ પી ટ્રક હંકારતા કુવાડવા પોલીસે પકડ્યો હતો.

શનિવારી બજારમાંથી દારૂ પી વાહન હંકારી નીકળેલા પાંચ શખ્સોને તાલુકા પોલીસની ટીમે પકડી લીધા હતાં. જેમાં મોટા મવા બાબા સાહેબ આંબેડકર હોલ પાસે રહેતો દિનેશ નરસીભાઇ બગડા (ઉ.૩૪), વેજાગામમાં રહેતો ભગવાન મુન્નાભાઇ ઠાકુર (ઉ.૩૨), લક્ષ્મીના ઢોળા પાસે રહેતો દિનેશ રામસમુજ સરોજ (ઉ.૩૩), મોટા મવા વોંકળા કાંઠે રહેતો દિપક વજશીભાઇ સાગઠીયા (ઉ.૩૪), શ્યામનગરમાં રહેતો ચિરાગ વિજયભાઇ હેરમા (ઉ.૩૦)નો સમાવેશ થાય છે. આ તમામને દારૂ પી વાહન હંકારતી વખતે તાલુકા પીઆઇ વી. એસ. વણઝારાની રાહબરી હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, હર્ષદસિંહ, આર. બી. જાડેજા, અશોકભાઇ, નગીનભાઇ, હિરેનભાઇ, વિરેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ, જયંતિભાઇ સહિતે પકડી લીધા હતાં.  ઉપરાંત જેતપુરના અમરનગરનો રમેશ ચનાભાઇ કારવા (ઉ.૪૨) દારૂ પીધેલી હાલતમાં ટ્રક નં. જીજે૩બીવી-૯૧૬૧ હંકારીને માલિયાસણ પેટ્રોલ પંપ પાસેથી નીકળતાં કુવાડવાના એએસઆઇ એફ.વી. સોલંકી અને હિતેષભાઇએ ગુનો નોંધી ધરપકડ કરી ટ્રક કબ્જે કર્યો હતો.

(11:49 am IST)