Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુ બે શખ્સોને પાસામાં ધકેલ્યા

રાત્રીના સમયે બંધ મકાનમાં ચોરી કરવાની ટેવ ધરાવતાં મુળ નેપાળના હાલ કાલાવડ રોડ જીવરાજાની શો રૂમ પાછળ મિનાક્ષી એપાર્ટમેન્ટમાં ચોકીદારના રૂમમાં રહેતાં ભીમ ઉર્ફ રોશન દિલબહાદુર ખડકબહાદુર ભારતી (ઉ.૨૮)ને તથા મારામારીના ગુનામાં સંડોવાઇ ચુકેલા ભોમેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટી-૬/૧૨ના સમીર મુનાફભાઇ જુણેજા (ઉ.૨૨)ને પાસા તળે વડોદરા અને સુરત જેલમાં ધકેલવા હુકમ થતાં યુનિવર્સિટીના પીઆઇ આર. વાય. રાવલ, જે. પી. મેવાડા, ગિરીરાજસિંહ જાડેજા, પ્રદિપભાઇ, એ-ડિવીઝનના પીઆઇ એન. કે. જાડેજા, રામગરભાઇ ગોસાઇ, વિજયસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, ભરતસિંહ ગોહિલ, પીસીબીના પીઆઇ એમ. ડી. ચંદ્રવાડીયા, વી. જે. જાડેજા, શૈલેષભાઇ, રાજુભાઇ, અજયભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી, રાજુભાઇ દહેકવાડ સહિતે આ કામગીરી કરી હતી.

(11:48 am IST)
  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST