Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

૧૬મીએ ચેમ્બરની ચૂંટણી : ૪પ૦૦થી વધુ મતદારો : ૧ મતદારે ઓછામાં ઓછા ૧૮ ને વધુમાં વધુ ર૪ મત દેવાના રહેશે

બુધવારે સવારે ૯થી સાંજે ૬ સુધી મતદાન : સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સ્થળ : ૧૭મીએ મતગણરી : ર૦થી રપ બુથ ઉભા કરાશે : ૬૦ જણાનો સ્ટાફ ફરજ પર રહેશેઃ મુકત-ન્યાયી અને લોકશાહી ઢબે મતદાન માટેની તૈયારી

રાજકોટ, તા. ૧૧ : મહાજનોની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીની કારોબારી માટે ૧૬મી ને બુધવારે મતદાન થવાનું છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે સવારે ૯થી સાંજે ૬ દરમ્યાન મતદાન કરી શકાશે. કુલ ૪પ૦૦થી વધુ મતદારો છે. એક મતદારે ઓછામાં ઓછા ૧૮ તથા વધુમાં વધુ ર૪ મત આપવાના રહેશે. આથી ઓછા તથા વધતા મત આપનારનો મત રદ થશે. મતદાન બાદ ૧૭મીએ મતગણરી હાથ ધરવામાં આવશે.

ચૂંટણી કમિશ્નર હિતેશભાઇ બગડાઇએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી મુકત, વ્યાજબી, તટસ્થ અને લોકશાહી ઢબે યોજાય તેવો અમારો પ્રયાસ રહેશે. મતદાન માટે ૬૦ જણાનો સ્ટાફ તે દિવસે ફરજ પર રહેશે. ૪પ૦૦થી વધુ મતદારો હોઇ ર૦થી રપ બુથ ઉભા કરવાનું આયોજન છે.

તેમણે કહ્યું હતું કે, ચેમ્બરના દરેક મતદારને અમોએ ચૂંટણી અંગેની જાણ કરી છે. બંધારણની કલમ ર૯(પ) હેઠળ કાર્યવાહક સમિતિ તા. ર૪ સભ્યો ચૂંટવાના હોય દરેક મતદારે ઓછામાં ઓછા ૧૮ ને વધુમાં વધુ ર૪ મત આપવાના રહેશે. આ સંખ્યાથી ઓછા કે વધારે મત આપેલ હશે તો તેમનું મતપત્રક રદબાતલ થશે.

તેઓએ કહ્યું હતું કે, બંધારણની કલમ-ર૮(૭) મુજબ માન્ય મતદાર સભ્ય પ્રતિનિધિ મતદાન કરવા આવે ત્યારે મતપત્ર (બેલેટ પેપર) મેળવતા પહેલા ચૂંટણી સમિતિએ ગોઠવેલ વ્યવસ્થા મુજબ ચેમ્બરે આપેલ ઓળખકાર્ડ બતાવવાની જોગવાઇ છે.

પરંતુ જે કોઇ મતદાન સભ્યના અધિકૃત પ્રતિનિધિ પાસે ચેમ્બરે આપેલ ઓળખકાર્ડ ન હોય તો મતદાર મતદાનથી વંચિત રહી ન જાય તે માટે ચૂંટણી સમિતિએ નીચે મુજબ નિર્ણય કરેલ છે. મતદારો નીચે જણાવ્યા મુજબ કોઇ એક ઓળખપત્ર દ્વારા તેમની ઓળખ આપી મત પત્રક (બેલેટ પેપર) મેળવી મતદાન કરી શકશે. (૧) ચેમ્બરે આપેલ ઓળખ કાર્ડ (ર) ડ્રાઇવીંગ લાયસન્સ ફોટાવાળુ (૩) ઇન્કમટેક્ષ પાન કાર્ડ (૪) પાસપોર્ટ (પ) ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ઓળખકાર્ડ. ચૂંટણીના મતદાન કરતા પૂર્વે મતદાર સભ્ય પ્રતિનિધિશ્રીએ પોતાના ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ઉપરોકત પાંચ પૈકીનો કોઇ એક આધાર અનિવાર્ય રીતે બતાવવાનો રહેશે.  ચૂંટણી સમિતિએ નક્કી કરેલ રબ્બર સ્ટેમ્પથી જ મતદારે ઉમેદવારના નામની સામે સ્વસ્તિક નિશાની કરી મત આપવાનો રહેશે. ચૂંટણી સમિતિ બંધારણની કલમ ર૯-ર(ગ) મુજબ અધિકૃતતા માટે સભ્ય ભાઇઓ પાસે ખુલાસો મેળવી શકશે. મતદારે મત આપવતી વખતે મતપત્રકમાં કોઇ લખાણ સહી કે નિશાની કરવી નહીં, આવા લખાણ સહી કે નિશાનીવાળા મતપત્રકો રદબાતલ થશે. મતદાનની તારીખ તથા સમય તા. ૧૬-૧-ર૦૧૯ બુધવારના રોજ સવારના ૯:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મુકરર કરાયેલ છે.

(3:55 pm IST)
  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST