Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

રાજકોટ શહેર - જિલ્લામાં WOW બસ ફરશે : બાળકોને શિક્ષણ સાથે ગમ્મત : કલેકટર

મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવશે : ડો. રાહુલ ગુપ્તા દ્વારા WoW (વિઝડમ ઓન વ્હીલ) બસની સ્વાંત સુખાય યોજના હેઠળ અભિનવ પહેલઃ સોમવારે એરપોર્ટ નજીક બપોરે ૩ વાગ્યે કાર્યક્રમ : બાળકોના વાલીઓને શિક્ષણ - સ્વાસ્થ્ય - કૌશલ્ય નિર્માણ - સ્વચ્છતા અને સામાજિક જાગૃતિ અંગે માહિતગાર કરાશેઃ ખાસ વિસ્તારના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાવશે : બસમાં રમકડા - કલર - મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ - પ્રોજેકટર - લેપટોપ સહિતના ખાસ સાધનો

રાજકોટ તા. ૧૨ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભિનવ પ્રયોગના ભાગ રૂપે તૈયાર કરવામાં આવેલી વિઝડમ ઓન વ્હીલ એટલે કે WoW બસનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૧૪ના રોજ બપોરે ૩ વાગ્યે એરપોર્ટ પાસે યોજવામાં આવેલા એક કાર્યક્રમ બાદ પ્રસ્થાન કરાવશે. સ્વાંત સુખાય યોજના હેઠળ કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા વાઉ બસની અભિનવ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવેલી આ બસ રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં ફરશે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી તેને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. સાથે, સરકારની વિવિધ પ્રકારની યોજના અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.ઙ્ગ

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વાંત સુખાય યોજના હેઠળ ડો. રાહુલ ગુપ્તા, કલેકટર-રાજકોટ દ્વારા WoW પ્રોજેકટ લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સર્વેના આધારે પસંદ કરવામાં આવેલા વિસ્તારોના પરિવારો અને તેના બાળકો માટે વિઝડમ ઓફ વ્હીલસ (WoW) રૂપે નવતર અભિયાન હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જયાં માનવી, ત્યાં સુવિધાની સંકલ્પના આ પ્રોજેકટના માધ્યમથી સાકાર કરશે. જેની ધ્યાનાકર્ષક બાબતો જાહેર કરાઇ છે.ઙ્ગ

WoW પ્રોજેકટ હેઠળ એક ખાસ પ્રકારની બસ પહેલથી જ સર્વે કરવામાં આવેલા વિસ્તારોમાં ફરશે અને ત્યાં જઇ બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્ત્િ। કરાવશે. જેથી બાળકમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ જાગૃત થાય. બાદમાં બાળકનું તેમની નજીકની શાળામાં નામાંકન કરાવવામાં આવશે. સાથે, બાળકના વાલીઓને પાંચ ઉમદા વિષય (૧) શિક્ષણ, (૨) સ્વાસ્થ્ય, (૩) કૌશલ્ય નિર્માણ, (૪) સ્વચ્છતા અને (૫) સામાજિક જાગૃતિ અંગે માહિતીગાર કરશે.

WoW પ્રોજેકટ બસમાં વિવિધ પ્રકારની સુવિધા હશે. બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવા માટે એક શિક્ષક રાખવામાં આવશે. બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ, પ્રોજેકટર, પાંચ લેપટોપ અને એક પીસી, આર્ટસ અને ક્રાફટ્સના સાધનો, વોશબેઝીન, પ્રાથમિક સારવારના સાધનો, સેનટરી નેપકિન વેન્ડિંગ મશીન, લખવા માટે પાટી રાખવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ સાથે મિટિંગ કરી શકાય એ માટે એક ફોલ્ડિંગ શેડ બનાવવામાં આવ્યો છે. જયાંથી પ્રોજેકટર ઉપર વિવિધ વિષયોની જ્ઞાનવર્ધક ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.ઙ્ગ બાળકોમાં રોજબરોજના જીવનમાં સારી આદતો કેવી રીતે કેળવી શકાય એનું જ્ઞાન આપવામાં આવશે.ઙ્ગ

બસમાં એક સેનટરી નેપકીન વેન્ડિંગ મશીન પણ રાખવામાં આવી છે. જેમાંથી સેનટરી નેપકીન કોઇ પણ મહિલા સંકોચ વીના મેળવી શકાશે. આ ઉપરાંત મહિલાઓને સેનટરી નેપકીન કેવી રીતે બનાવી શકાય એનું પણ જ્ઞાન આપવામાં આવશે.ઙ્ગ

સમયાંતરે શેરીનાટકોના પ્રયોગ પણ કરવામાં આવશે. બાળકોને તારામંડળની પણ માહિતી આપવામાં આવશે.ઙ્ગશિક્ષિત બેરોજગારોને લેપટોપ થકી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવશે. જેમાં યુવાનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપી તેમને પગભર બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.ઙ્ગખાસ કરીને સર્વેના આધારે પસંદગીના વિસ્તારોમાં વસતા લોકોને આરોગ્ય અને સ્વચ્છતાલક્ષી શિક્ષણ આપવામાં આવશે.

આવા પરિવારોને ડેડિકેટેડ ખાનગી તબીબોની પેનલ પાસે આરોગ્યલક્ષી સેવા વિનામૂલ્યે મેળવી શકાશે. આર્થિક, સામાજિક પ્રવૃત્ત્િ।ને ધ્યાને રાખીને સર્વે કરવામાં આવેલા રાજકોટ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં આ બસ ફરશે.ઙ્ગઆ અભિનવ પહેલમાં એનસીસી, એનએસએસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.(૨૧.૨૫)

(4:02 pm IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST