Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

જાહેરમાં ગંદકી અને પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરવા સોલીડ વેસ્ટ શાખાનો બીજા દિ'એ પણ સપાટોઃ સામાકાંઠે માથાકુટ

૮૦ ફુટ રોડ પર મોહનભાઈ સરવૈયા શોપીંગ સેન્ટરના દુકાનધારકોનો દંડ ભરવાનો નનૈયોઃ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલીઃ વિજીલન્સ પોલીસે મામલો થાળે પાડયોઃ ત્રણેય ઝોનમાંથી ૨૬૦ લોકો પાસેથી ૧ લાખનો દંડ વસુલ્યોઃ ૩૦ કિલો પ્લાસ્ટિક જપ્ત

રાજકોટ, તા. ૧૨ :. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી  આજે મ્યુ. કોપોરેશની વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા ત્રણેયઝોન ના વિવિધ વિસ્તારમાં આજે બીજા દિવસે ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, ત્યારે ૮૦ ફુટ રોડ પર મોહનભાઈ સરવૈયા શોપીંગ સેન્ટરમાં આવેલ દુકાનધારકોએ દંડ ભરવા નનૈયો કરતા અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બાદમાં વિજીલન્સ પોલીસે મામલો થાળે પાડયો હતો. આજે ત્રણેય ઝોનની સોેલીડ વેસ્ટ શાખા દ્વારા ૨૬૮ વેપારીઓએ પાસેથી ૧ લાખનો દંડ વસુલ કર્યો હતો અને ૩૦ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતું.

સામાકાંઠે માથાકુટ

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે હેતુથી કોર્પોરેશનની ઈસ્ટ ઝોનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા સામાકાંઠાના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધીત પાન-માવા-ફાકીનું પ્લાસ્ટિક તથા જાહેરમાં કચરો કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન શહેરના ૮૦ ફુટ રોડ પર આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલ-શોપીંગ સેન્ટરની દુકાનધારકો દ્વારા ખૂબ જ ગંદકી કરવામાં આવતી હોય કર્મચારીઓની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવતા વેપારીઓએ અધિકારીઓને દંડ ભરવાની ના પાડી હતી, ત્યાર બાદ અધિકારીઓએ વિજીલન્સ અને જગ્યા રોકાણ શાખાને જાણ કરતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. વિજીલન્સની સમજાવટ બાદ વેપારીઓએ દંડ ભર્યો હતો. આમ ઈસ્ટ ઝોનમાં ૧૦૮ દુકાનધારકો પાસેથી ૫૧૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો અને કુલ ૧૫ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતું.

ઉકત કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના આસિ. કમિશ્નર વિ. એસ. પ્રજાપતિ,  વોર્ડ એન્જીનીયરઓ, વોર્ડ ઓફિસરઓ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા,  તથા વોર્ડના એસ. આઈ.  ડી. કે. સીંધવ,   પ્રફુલ ત્રીવેદી,  એન. એમ, જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા,  અશ્વિન વાઘેલા,  પ્રશાંત વ્યાસ, પ્રતિક રાણાવસિયા,  એ. એફ. પઠાણ,  બી. જે, સોલંકી,  આર.જે.પરમાર તથા  જય ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.

વેસ્ટ ઝોનમાં ૧૦૮  દુકાનધારકોને ૩૦ હજારનો દંડ

''સ્વચ્છ ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી માન. કમિશ્ર્નરશ્રી દ્વારા જાહેરમાં કચરો ફેંકવા પર સંપુર્ણ પ્રતિબધ ફરમાવેલ છે.

જાહેરમાં કચરો ફેંકવા પર પ્રતિબંદ્ય હોવા છતા વેસ્ટ ઝોન વિવિધ વિસ્તારોમા કચરો ફેંકવામાં આવતા ૧૦૮ દુકાનધારકોને રૂ.૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ૫ કિલો પ્રતિબંધીન પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતું.

ઉ૫રોકત કામગીરી વેસ્ટ ઝોન નાયબ કમિશ્નર શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના આસી. કમિશ્નર સમીર દ્યડુક, હારૂન દોઢીયા(સીટી ઇજનેર) નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની હાજરીમાં વોડ વાઇઝ સેનેટરી ઇન્સ્પેકટર તથા વોર્ડ ઓફીસરની ટીમો મારફત મદદનીશ ઇજનેર રાકેશ શાહ તથા ભાવેશ ખાંભલાની હાજરીમાં વેસ્ટ ઝોનના વોર્ડ ઓફીસર નીલમબેન, ઘવલભાઇ, સુનીશાબેન, રાજેસભાઇ, કાનાણીભાઇ, કિંઝલબેન, તથા એસ.આઇ પીયુષ ચૈાહાણ, કેતન લખતરીયા, મૈાલેષ વ્યાસ, સંજય દવે, મનોજ વાઘેલા, ઘામેચાભાઇ તથા એેસ.એસ.આઇ મયુર ૫રનાલીયા, સંજય ચાવડા, ભાવેશ ઉપાઘ્યાય, વિશાલભાઇ, ગૈાતમભાઇ મયુરભાઇ, ઉદયસિંહ, નીલેશભાઇ, વિમલભાઇ, નીતીનભાઇ ભાવનાબેન ગોસાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોન

મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેતમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કુલ – ૭૫ આસામીઓ પાસેથી ૭.૫૦ કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત પાન-માવા-ફાકીનું પ્લાસ્ટિક તથા રૂ/- ૨૨૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.     આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેર ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડશ્રી એચ.એચ.પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

(3:54 pm IST)