Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સિઝન્સી સ્કવેર કલબના નવા હોદેદારોની બુધવારે શપથવિધિઃ લેખીકા કાજલ ઓઝા વૈદ્યનું વકતવ્ય

રાજકોટ,તા.૧૩ : સિઝન્સ સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિઝન્સ સ્કવેર કલબના ચોથા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ૨૦૧૮ના વર્ષ માટે કલબના નવા હોદ્દેદારોની શપથ વિધિ તેમજ પ્રખ્યાત લેખિકા- વકતા કાજલ ઓઝા વૈદ્ય 'સિઝન્સ ઓફ લાઈફ' વિષય પર વકતવ્ય નો કાર્યક્રમ બુધવારે સાંજે ૮:૪૫ વાગ્યે રાખવામાં આવ્યો છે. કલબના આ કાર્યક્રમમાં નવા વર્ષના હોદ્દેદારોની વરણી અને શપથવિધિ સૌપ્રથમ યોજાશે, એ પછી વકતવ્ય પણ રાખેલ છે.

આ પ્રસંગે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, દિકરાનું ઘર આશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, બાનલેબ્સન મૌલેશભાઈ ઉકાણી, એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી રમેશભાઈ ઠક્કર, જયેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

મેનેજીંગ ટ્રસ્ટી અલકાબેન વોરા અને ચેરમેન અવયભાઈ જોષીએ કહ્યું કે, નવા નવા સીંગર્સને પ્લેટફોર્મ આપવા માટે સીંગર્સ કલબ તો સંસ્થા ચલાવે જ છે. એ સાથે સેવાકિય પ્રવૃતિઓ અને સમાજ ઉપયોગી કાર્યો પણ કલબ દ્વારા થાય છે. સરકારી શાળાઓ, નબળા વિસ્તારો કે ઝુંપડપટ્ટીના બાળકોને કરાવવામાં આવે છે. સંસ્થામાં સભ્યપદ માટે મો.૯૮૨૫૩ ૫૯૨૨૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સર્વેશ્રી સત્યેન્દ્રભાઈ ભવારી, કુનાલભાઈ જોષી, ભરતભાઈ દુદકિયા, નર્વીશભાઈ પટેલ અને અનિલભાઈ ગૃપ્તા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:29 pm IST)