Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ધર્મેન્દ્રરોડ ઉપર સ્પે.ઉંધીયુ અને રાંધેલા ખીચડાની સોડમ પ્રસરી : જય ગરૂદેવ નાસ્તા ભંડાર દ્વારા કાલે વિશેષ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૩ : મકરસંક્રાંત પર્વે લોકો ઉંધીયુ અને ખીચડાની જયાફત ઉડાવતા હોય છે. ત્યારે સત્વથી ભરપુર સ્પે. ઉંધીયુ અને વિવિધ ધાનોને ખાંડી શુધ્ધ તેલમાં રાંધેલો ખીચડો ધર્મેન્દ્રરોડ ઉપરના જુના અને જાણીતા નાનુભાઇ બ્રેડવાળા જય ગુરૂદેવ નાસ્તા ભંડાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેઓ કહે કે ૧૮ વર્ષથી નાસ્તાની બજારમાં મેળવેલ અનુભવોના નીચોડથી અમો ઉંધીયુ અને ખીચડો તૈયાર કરીએ છીએ. જય ગુરૂદેવ નાસ્તા ભંડાર, ધર્મેન્દ્રરોડ, શેરી નં. ૧, રમેશ સ્ટોરની સામે કાલે સંક્રાંતના દિવસે સવારે ૮ થી બપોરે ૩ સુધી સ્પેશ્યલ રજવાડી ઉંધીયુ (૧ કિલોના રૂ.૧૮૦), પુરી શાક,  ગાંઠીયા, રાંધેલો ખીચડો (૧ કિલોના રૂ.૧૮૦) ગરમા ગરમ ઉપલબ્ધ હશે. સ્વાદપ્રેમીઓએ લાભ લેવા નાનુભાઇ બ્રેડવાળા (મો.૯૮૨૪૪ ૧૬૬૩૬) અને કિશનભાઇ (મો.૭૩૫૯૮ ૩૦૫૦૫) ની યાદીમાં જણાવાયુ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:23 pm IST)
  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST