Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સોમવારે આર્મી-ડે : રાજકોટવાસીઓ 'અમર જવાન જયોત'ને શ્રદ્ધાંજલી આપશે : કિશાનપરા ચોકમાં કાર્યક્રમ

૧૯૪૯માં ૧૫મી જાન્યુઆરીએ અંગ્રેજોએ ભારતને સેનાની કમાન સોંપેલીઃ આર્મી-ડે અને તેને લગતી માહિતી પ્રદર્શિત થશે, શહેરીજનો શુભેચ્છા પણ પાઠવી શકશે, સેનાના જવાનો માર્ગદર્શન - માહિતી આપશે : આર્મીના પૂર્વ સૈનિકો પણ હાજર રહેશે : અભયંનો નવતર કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૩ : ૧૫મી જાન્યુઆરી ભારતના જવાનો માટે ખાસ દિવસ છે. આ દિવસ આર્મીના જવાનો નોખી અનોખી રીતે ઉજવતા આ અવસરને યાદગાર બનાવવા એક નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટીયનો ''અમર જવાન જયોત''ને શ્રદ્ધાંજલી આપી શકશે. સેનાના જવાનોની માહિતી માર્ગદર્શન મળશે. આ કાર્યક્રમમાં આર્મીના પૂર્વ જવાનો પણ હાજરી આપશે.

આજે સવારે ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા અભયં સંસ્થાની યુવા ટીમના સભ્યો અંશ ભારદ્વાજ, નિશ્ચલ સંઘવી, શિવમ રાજવીર, અમૃતા ભારદ્વાજ અને મયુર પડધરીયાએ જણાવેલ કે ૧૫મી જાન્યુઆરીએ આર્મી ડે છે. ૧૯૪૯માં ૧૫ જાન્યુ.એ અંગ્રેજોએ ભારતને સેનાની કમાન સોંપેલી હતી.

સોમવારે સવારે ૬ થી ૮ દરમિયાન કિશાનપરા ચોક (બાલભવનની સામે) ''અમર જવાન જયોત''ને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાનાર છે. જેની પ્રતિકૃતિ રાજકોટ શહેરમાં લઈ આવવામાં આવશે. જયાં શહેરીજનો શ્રદ્ધાંજલી આપશે. વાલીઓ આર્મીના જવાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે.

જનજાગૃતિ માટેના આ કાર્યક્રમમાં આર્મી-ડે તેમજ તેને લગતી માહિતી આપવામાં આવશે. ડીસ્પ્લે પણ રાખવામાં આવનાર છે તો શુભેચ્છા સંદેશ સાથેનું મેસેજ બોર્ડ પણ મૂકવામાં આવશે. જેમાં શહેરીજનો શ્રદ્ધાંજલી અર્પી જવાનોને શુભેચ્છા સંદેશ પાઠવશે.

આ ઉપરાંત આગામી ૨૬મી જાન્યુઆરીના માધાપર ખાતે સફાઈ અભિયાન હાથ ધરી તે જ સ્થળે ધ્વજવંદન કરવામાં આવશે.

તસ્વીરમાં અભયં સંસ્થાની ટીમના યુવા સભ્યો અંશ ભારદ્વાજ (મો.૯૭૨૭૪ ૭૩૭૩૦), નિશ્ચલ સંઘવી, શિવમ રાજવીર, અમૃતા ભારદ્વાજ, મયુર પડઘરીયા નજરે પડે છે. આ સંસ્થાના આર્મીના પૂર્વ સૈનિક કેપ્ટન જયદેવ જોષી, જીતેશ કુંદનાની, આસ્કા કામદાર, ચિંતન કામદાર, સ્તવનન મહેતા, ડિમ્પલ રાજવીર, અપૂર્વ રાજવીર અને નરેશ મહેતા જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૮)

(4:19 pm IST)