Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સ્કુલો દ્વારા જંગી ફી ની ઉઘરાણી બાબતે સરકારની દાનત ખોરા ટોપરા જેવી !

રાજકોટ : હમણા પ્રખ્યાત સ્કુલો જંગી ફી ઉઘરાવીને પ્રજાનું ભયંકર શોષણ કરે છે તે બાબતમાં અભુતપુર્વ જાગૃતિ આવી છે. વાલીઓ સરકારની સામે તથા સ્કુલો સામે લડત ચલાવી રહ્ના છે. સરકાર પ્રજાને પડખે  રહેવાને બદલે સ્થાપીત હીતોવાળી સ્કુલોની પડખે કામ કરે છે એવું સ્પષ્ટ લાગી રહ્ના છે. ફી નિરધારણ સમિતિમાં વાલીઓનું પ્રતીનીધીત્વ ૮૦ ટકા હોવું જાઇએ. સરકારનું ૧૦ ટકા અને સ્કુલોવાળાનું ૧૦ ટકા. આ ન્યાયની વાત થઇ.

હજારો અને લાખો વાલીઓને જેની અસર થાય છે તે ફી નિરધારણ સમિતિમાં વાલીઓને કાંઇ પ્રતીનીધીત્વ જ સરકારે આપ્યુ નથી. એટલે ચોખ્ખુ છે કે સરકારની દાનત ખોરા ટોપરા જેવી છે. કરોડો લોકોના મતથી ચુંટાયેલી સરકાર કરોડો લોકોનાં લોકમતને દગો દઇને સ્થાપીત હીત તરફે વર્તે તો તેનું પરીણામ શું આવે એ ગાંધીજીએ લખ્યુ જ છે કે લોકમતની સરેઆમ ઉપેક્ષા કરનાર કોઇપણ સરકારના ભુકકા જ બોલી જવાનાં. ગઇ ધારાસભાની ચુંટણીમાં આવું થતા રહી ગયું. પરંતુ જા નીતિઓ પ્રજાતરફી ન બને અને સ્થાપીત હીતોને સરકાર રક્ષણ આપે તો આવતી લોકસભાની ચુંટણીમાં ગાંધીજીની આગાહી સાચી ઠરશે.

સરકારની દાનત સારી હોય તો સ્કુલોની શીક્ષીકાઓને કેટલો પગાર અપાય છે અને કેટલી રકમ ઉપર સહી લેવાય છે તેની તરત જ તપાસ કરી શીક્ષીકા બહેનોના એફીડેવીટ કરાવીને સરકાર પગલા લઇ શકે છે. તાત્કાલીક ફી ઘટાડવાની ફરજ પાડી શકે છે. પ્રજામાં આવેલી જાગૃતી સતત વધતી જાય છે. આ સ્થિતીમાં સરકાર સ્કુલ સંચાલકોનો બચાવ લાંબો સમય કરી શકશે નહીં. ઉલ્ટુ નામોશી વ્હોરીને પણ પ્રજા તરફી નિર્ણય લેવો જ પડશે. તો ફી ઘટાડવાનો કે પાછી આપવાનો જેટલો વહેલ નિર્ણય લેવાય તે પ્રજાનાં અને સરકારનાં પણ હીતમાં છે.

સ્કુલના સંચાલકો પ્રબુધ્ધ આગેવાનો છે. તેમણે સેવા ભાવનાથી સ્કુલો ચલાવવી જાઇએ. તો પણ તેઓ ખુબ કમાઇ શકશે. અત્યારે સરકારનાં અધિકારીઓના રક્ષણ નીચે પ્રજાની જે લુંટ ચલાવવામાં આવે છે તે કોઇ રીતે યોગ્ય નથી. હવે તે પાપ ભરાઇ ચુકયું છે. એટલે શાણા સ્કુલ સંચાલકોએ પરીસ્થીતી સમજીને સ્કુલોની ફી ઘટાડવાની માંગણીમાં સંમત થવું જાઇએ. એક એક વિદ્યાર્થીની ફી લાખ લાખ રૂપિયા કદી હોય શકે? દેખીતી રીતે જ આ એક પ્રકારની લુંટ છે. આમા નીતિ નથી. વાલીઓ જાગૃત ન હતા ત્યાં સુધી લુંટાયા. તેમાં વાંધો ન હોય પણ તેની એક લીમીટ ખુબ ઉદારતાથી સકરારે નકકી કરી છે તે સ્વીકારવું જાઇએ.

વેલજીભાઇ દેસાઇ,

મો.૯૨૨૭૬ ૦૬૫૭૦, રાજકોટ

(2:17 pm IST)
  • ગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST