Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

૨૧ મી સદી જ્ઞાનની સદી છે જેની પાસે નોલેજ પાવર હશે તે જ જગત પર શાસન કરશે : પોપટભાઇ પટેલ

ફિલ્ડ માર્શલ છાત્રાલયમાં કણસાગરા ઓડીટોરીયમનું લોકાર્પણ : દાતાઓનું સન્માન : છાત્રાઓ દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમની પ્રસ્તુતી

રાજકોટ : શૈક્ષણિક વિકાસ સમિતિ (પટેલ સેવા સમાજ) રાજકોટ સંચાલિત ફિલ્ડમાર્શલ કન્યા છાત્રાલયના કેમ્પસમાં શ્રીમતી વિજયાબેન પોપટભાઇ કણસાગરાના દાનથી નિર્મિત આધુનિક ઓડીટોરીયમનું લોકાર્પણ ઉંઝા મંદિરના ઉપપ્રમુખ અને ફિલ્ડ માર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલયના આદ્યસ્થાપક ચેરમેન પોપટભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. મુખ્ય મહેમાન તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ પ્રહલાદભાઇ કામેશ્વર અમદાવાદ, સીદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ, ઉંઝા મંદિરના ટ્રસ્ટી મણીભાઇ મમ્મી, મંત્રી દિલીપભાઇ નેતાજી, પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ કણસાગરા, બાન ગ્રુપના મૌલેશભાઇ ઉકાણી, ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ, રમણભાઇ વરમોરા, પટેલ સમાજ અમદાવાદના પ્રમુખ મગનભાઇ જાવિયા, કર્નલ સંજય ડઢાણિયા, સીદસર મંદિરના ટ્રસ્ટી બી. એચ. ઘોડાસરા, ડો. ભાણજીભાઇ કુંડારીયા (અમેરીકા), પાટીદાર ભામાશા જીવનભાઇ ગોવાણી (મુંબઇ), ગાંઠીલા મંદિરના ઉપપ્રમુખ કરશનભાઇ કમાણી, મંત્રી મહેન્દ્રભાઇ કાલરીયા ઉપસ્થિત રહ્ના હતા. અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટીઓ સર્વશ્રી જયંતિભાઇ કાલરીયા, જયેશભાઇ પટેલ, રમણિકભાઇ ભાલોડીયા, ભુપતભાઇ ભાયાણી, ડી. એન. ગોલ, ગટોરભાઇ પટેલ, ફુલજીભાઇ લાખાણી, વલ્લભભાઇ ભલાણી, જમનભાઇ ભલાણી, મગનભાઇ ધીંગાણી, વિઠ્ઠલભાઇ જાલાવાડીયા, કિશોરભાઇ ઘોડાસરા, સંસ્થાકીય આગેવાનો સર્વશ્રી જેન્તીભાઇ ફળદુ, બેચરભાઇ હોથી, ત્રંબકભાઇ ફેફર, વલમજીભાઇ, એલ. આર. પટેલ, વલ્લભભાઇ કનેરીયા, અશોકભાઇ દલસાણિયા, ગીરીશભાઇ ચારોલા, મનીષભાઇ ચાંગેલા, પ્રિ. વિજયભાઇ ભટાસણા, પ્રિ. એન. એમ. કાનાણી, નિતિનભાઇ કણસાગરા, દિપકભાઇ કણસાગરા, આર. સી. કણસાગરા, ફિલ્ડ માર્શલ છાત્રાલયના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ કણસાગરા, મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, કેમ્પસ ડાયરેકટર સી. કે. ધમસાણીયા, ટ્રસ્ટીઓ નરોતમભાઇ કણસાગરા, વસંતભાઇ ભાલોડીયા, જયદીપભાઇ ગોવાણી, કારોબારી સભ્ય ગૌતમભાઇ ધમસાણિયા, ભરતભાઇ ડઢાણિયા, શૈલેષભાઇ ભાલોડીયા, ધર્મેન્દ્ર ફળુદુ, સંજયભાઇ કનેરીયા, ડો. ઉષાબેન લાડાણી, ઉમેશભાઇ હાંસલીયા (કેશોદ) વગેરે ઉપસ્થિત રહ્ના હતા. સભાના પ્રારંભે ઉંઝા મંદિરના સદ્દગત પ્રમુખ વિક્રમભાઇ પટેલના માનમાં મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં અધ્યક્ષસ્થાનેથી પ્રવચન કરતા પોપટભાઇ પટેલે જણાવેલ કે ર૧ મી સદીએ જ્ઞાનની સદી છે જેની પાસે નોલેજ પાવર હશે તે જ જગત પર શાસન કરશે. પ્રહલાદભાઇ કામેશ્વરે જણાવેલ કે વર્ષો પછી નારી શક્તિ જાગૃત થઇ છે તેને અભ્યાસ દવારા નવી પાંખો મળી છે, હવે તેને કોઇ રોકી નહીં શકે. મણીભાઇ મમ્મી, બી. એચ. ઘોડાસરા, ડો. ભાણજીભાઇ કુંડારીયા તેમજ  વિવિધ વકતાઓએ પ્રાસંગીક પ્રવચન કરી પાટીદાર સમાજમાં એકતા લાવી મજબુત બનાવવા અને મહીલા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ માટે નારી શક્તિને ઉજાગર કરવા અંગે ભાર મુકયો હતો. મંચસ્થ મહેમાનોનું બુકેથી સ્વાગત કરાયા બાદ દાતા કણસાગરા પરિવારના મોભી પોપટભાઇ પટેલ, પ્રહલાદભાઇ કામેશ્વર, મણીભાઇ મમ્મીનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. પ્રારંભમાં ચનીયારા દિશા, અમૃતીયા ભુમિ, જીવાણી અવની, રોજીવાઠીયા બંસીએ પ્રાર્થના સ્તુતી કરી હતી. સંસ્થાના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ કણસાગરાએ સ્વાગત પ્રવચન કરેલ. જયારે સમગ્ર સંચાલન કેમ્પસ ડાયરેકટર પ્રા. ડો. જે. એમ. પનારાએ કરેલ. લોકાર્પણ સમારોહની સમાપ્તી બાદ બન્ને છાત્રાલયની ૧૧૦ છાત્રાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતીક કાર્યક્રમ રજુ કરાયો હતો. આ કાર્યક્રમનું એન્કરીંગ ઘેટીયા માધુરી, હાંસલીયા ઉર્વી, લાડાણી કેયુરી, ભોરણીયા રીતુએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ગૃહમાતા ક્રિષ્નાબેન સુરેજા, સુમિત્રાબેન રોકડ, કાંતિભાઇ ભાલોડીયા, કીર્તી કણસાગરા, નિકિતા રામાણીએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૪)

(2:16 pm IST)