Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મોડી સાંજે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર રિક્ષાચાલક અને તેના સાગરિતોએ મુસાફરનું ખિસ્સું કાપી લીધું

મુસાફરને જાણ થતા દેકારો મચાવતા લોકોએ ગઠિયાને પકડી પોલીસ હવાલે કર્યો

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ રીક્ષા ચેકીંગ ડ્રાઈવ કરે છે ત્યારે આજે સાંજે વધુ એક રીક્ષા ચાલાક અને તેના સાગરીતોએ યાજ્ઞિક રોડ પર મુસાફર યુવાનનું ખિસ્સું કાપી લીધું હતું,જોકે મુસાફરને ખબર પડી જતા દેકારો મચાવતા લોકો ભેગા થયાને ગઠિયાને પકડીને એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો

 હોમી દસ્તુર માર્ગ પર રીક્ષા ચાલક અને તેના સાગરીતોએ મળીને એક મુસાફરનું પાકીટ કાઢી લીધું હતું મુસાફર યુવાનને જાણ થતા દેકારો મચાવ્યો હતો ચાલક અને તેના સાગરીતોને થોલથાપત કરી પોલીસને સોંપ્યા હતા

મુસાફર યુવાને બુમાબુમ કરતા સ્થાનિક લકકો દ્વારા રીક્ષા ચાલકને પણ ઝડપી લેવાયો હતો

રીક્ષા ચાલક અને પેસેન્જરના સ્વાંગમાં આવેલ ગઠિયાઓ દારૂના અંશમાં ધૂત હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ છે

(7:46 pm IST)