Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

નબળા રસ્તાકામની વિજીલન્સ તપાસની વિપક્ષની રજુઆતો કચરા ટોપલીમાં: કોંગ્રેસ

મેયરના વોર્ડમાં નબળા કામ સામે તાત્કાલીક પગલા લેવાયાઃ તંત્રની ભેદ-ભાવ ભરી નીતી સામે જનરલ બોર્ડમાં અવાજ ઉઠાવાશેઃ દિલીપ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલાનો આક્રોશ

રાજકોટ, તા. ૧ર :  મહાનગરપાલિકા વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર દિલીપભાઇ આસાવાણી સીનીયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવકતા શહેર કોંગ્રેસ) ની સંયુકત યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ગત વર્ષે પ૧ કરોડના રસ્તાઓ ભાંગી ગયા છે. અને આ રસ્તાની વિજીલન્સ તપાસ કરવા અંગે તા. ૩-૧૦-૧૯ થી કમિશ્નર વિભાગમાં લેખીત ફરીયાદ કરવા છતાંૈ આજે કમિશ્નર બ્રાંચમાં રજીસ્ટર્ડમાં તપાસ કરતા આ પત્ર આજે પણ હજુ રાા મહિના પછી પણ કમિશ્નર પાસે હોવાનું જાણવા મળેલ છે. અમદાવાદમાં રસ્તાની તપાસ દરમ્યાન કસુરવાન ઇજનેરોને ૧૦ લાખનો દંડ અને ઇન્ફ્રીમેન્ટ અટકાવવા કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરી નવા રસ્તા પણ બનાવાય છે. વધુમાં રાજકોટ શહેરમાં લેખિત રજુઆત બાદ ભાંગેલા અડધા કરોડ રસ્તાની તપાસ કરવાની માંગ કમિશ્નરે કચરાપેટીમાં પધરાવી દેતા આ અંગે અધિકારી પાસે જવાબ મગાશે. વધુમાં કમિશ્નરે મેયરના વોર્ડમાં નબળું કામ કરનારની સામે કાર્યવાહી પણ નબળી કરી છે કારણ કે ડામર કામ કરનાર ઉદય કન્ટ્રકશનને સ્વ. ખેર્ચ ડામર કરવા આદેશ કર્યો છે પરંતુ કોઇ પેનલ્ટી  કરી નથી. તેમ આસવાણી ઝાલાએ જણાવ્યું છે.

(4:17 pm IST)