Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

હેલ્મેટ ન જોઇએ : સત્યાગ્રહીઓ દ્વારા હેલ્મેટ વગર માલીયાસણ સુધી રેલી યોજી સવિનય કાનુન ભંગ

રાજકોટ તા. ૧૨ : હેલ્મેટ સામે સત્યાગ્રહીઓએ હજુએ મોરચો ચાલુ રાખ્યો છે. શહેરમાંથી હેલ્મેટને મુકિત અપાય એટલુ પાલવે તેમ નથી. હાઇવે ઉપરથી પણ હેલ્મેટનો કાયદો દુર કરો તેવી માંગણી ચાલુ રાખવામાં આવી છે.

૩૬ જેટલા સત્યાગ્રહીઓ દ્વારા આદરવામાં આવેલ આ હેલ્મેટ વિરોધ લડતના ભાગરૂપે રાજકોટથી માલીયાસણ સુધી હેલ્મેટ વગર ઉઘાડા માથે રેલી યોજી સવિનય કાનુન ભંગ કરવામાં આવ્યો હતો.

પોલીસ મંજુરી વગર જ આ કાર્યક્રમ આપીને સફળતા પુર્વક પૂર્ણ કરાયાનો સંતોષ સત્યગ્રહીઓએ વ્યકત કર્યો છે. અશોકભાઇ પટેલ, જયેશભાઇ રૂપારેલીયા, પ્રવિણભાઇ લાખાણીની આગેવાની હેઠળ રેસકોર્ષ મેદાનથી આ રેલી શરૂ થયા બાદ અનેક લોકો સમર્થનમાં સાથે જોડાયા હતા.

હેલ્મેટ માથા પર પહેરવાને બદલે ટુ વ્હીલનરની પાછળ દોરીથી ટીંગાડી માર્ગો પર ઢસડતા ઢસડતા નિયત રૂટ પર રેલી આગળ વધારાઇ હતી. સુત્રો લખેલ પ્લેકાર્ડ  પ્રદર્શીત કરાયા હતા.

દીપકભાઇ પુજારા, આસીફ લઘડ, મહેશભાઇ જોષી, જેસીંગભાઇ મકવાણા, હસમુખરાય ઠકકર, જી. બી. પરમાર, દિલીપભાઇ મોકાણી, પ્રકાશભાઇ સદાદીયા, યાકુબભાઇ કલાડીયા, માયાબેન મલકાણ, ભાવિષાબેન રૂપારેલીયા, અશોકભાઇ પટેલ, ચંદાબેન પટેલ, પ્રવિણભાઇ લાખાણી, દાદુભાઇ લાંગા, અમિતકાંતા પટેલ, કાંતાબેન પટેલ, મહેશ મહીપાલ, સાધનાબેન મહિપાલ, મગનભાઇ ડરાણીયા, કાંતિભાઇ ભુત, જયેશભાઇ રૂપારેલીયા એમ રર સત્યાગ્રહીઓએ સવિનય કાનુનભંગનો કાર્યક્રમ આપ્યાનું લડત સમિતિની યાદીમાં જણાવાયુ છે.

(4:12 pm IST)