Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ભાવનગર રોડના મહીકાની ૧પ સોસાયટીઓને રાજકોટની હદમાં ભેળવોઃ મુખ્યમંત્રીને રજુઆત

સોસાયટીઓ શહેરની બોર્ડર પર છે ત્યારે હદમાં ભેળવવાથી લોકોને સુવિધાઓ મળશેઃ કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧રઃ શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલ મહીકા ગામની ૧પ જેટલી સોસાયટીઓનો રાજકોટ શહેરની હદમાં સમાવેશ કરવા કોંગ્રેસના વોર્ડ નં.૧પના કોર્પોરેટર ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કે આગામી તા.૧૮ના જનરલ બોર્ડમાં ચારગામોને હદમાં લેવા અરજન્ટ દરખાસ્ત કરેલ છે તો તેની સાથે હાલ ભાવનગર રોડ પર મહીકા ગામની હદમાં આવેલ (૧પ) સોસાયટીને પણ શહેરની હદમાં લેવા માંગે છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં એ સોસાયટીના રહેવાસીઓનો સમાવેશ કરવા અપીલ છે. કારણ કે આ સોસાયટીઓ જેમાં હરસિદ્ધિપાર્ક, માંધાતા પાર્ક, ઓમ તિરૂમાલા, રાધિકા પાર્ક, શિવમ સોસાયટી, પીઠડાઆઇ ગોકુલ પાર્ક તથા હાલમાં બીજી નવી ડેવલોપ થતી પ થી ૬ સોસાયટી તથા  ર, રઘુનંદન સોસાયટી જે મહાનગરપાલીકાની બોડર પર છે અને મહીકા ગામના સરપંચે કહ્યું અમરા ના આવે તો આ સોસાયટીઓ મહાનગરપાલીકામા સમાવેશ કરાવવો તો મહાનગરપાલીકાને આર્થિક ફાયદો જેમાં વેરા સહિતની રકમનો સમાવેશ થાય છે અને હાલ લોકો વિકાસ ઝંખે છે. ગુજરાત સરકારનું સુત્ર છે. સૌનો સાથ અને સૌનો વિકાસ તો આ સોસાયટીના રહેવાસીઓ સાથે આવવા તૈયાર છે. તો યોગ્યક કાર્યવાહી કરી અને જનરલ બોર્ડમાં ઠરાવ કરી યોગ્ય કરવા માંગ છે.

(3:50 pm IST)